ભૈરવ જયંતી નિમિતે અંબાજી મંદિર મા 1.520 ગ્રામ સોનાનું દાન મુંબઈ ના બે અલગ અલગ ભક્તે કર્યું, 1.21 કરોડ સોનાનું ગુપ્ત દાન અંબાજી મંદિર આવ્યું
ગુજરાત ની સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે કરોડો લોકો ની આસ્થા જોડાયેલી છે. ત્યારે દર રોજ હજારો ની સંખ્યા માં ભક્તો માં જગતજનની જગદંબા ના ચરણો મા શીશ નામાવા આવે છે. ભક્તો માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને યથા શક્તિ દાન પણ કરે છે. અનેકો ભક્તો માતાજી ના મંદિર મા રોકડ રકમ તો અનેકો ભક્તો સોના ચાંદી નુ દાન પણ કરે છે. આજે ભૈરવ જયંતી નિમિતે અંબાજી મંદિર મા અનેકો ભક્તોએ હવન શાળા માં યજ્ઞ અને પૂજા વિધિ કરી હતી. ત્યારે મુંબઈ ના બે અલગ અલગ ભક્તો દ્વારા અંબાજી મંદિર મા સોનાનું ગુપ્ત દાન આપ્યું હતુ.
આજે અંબાજી મંદિર મા મુંબઈના બે અલગ અલગ ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં સોનાના દાન ની ભેટ આપવામાં આવી હતી. બે ભકતોએ 1 કિલો 520 ગ્રામ સોનું ભેટ આપ્યુ છે. 1 કિલો સોનાની લગડી જેની 80 લાખ અંદાજે કિંમત થાય છે ત્યારે બીજા મુંબઈના એક ભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની લગડી ભેટ અપાઈ જેની અંદાજે કિંમત 41,34,000 થાય છે. 100 ગ્રામના 5 અને 20 ગ્રામના એક બિસ્કીટ ભેટ આપ્યું છે. બંને મુંબઈના અલગ અલગ ભક્તો દ્વારા ભૈરવ જયંતિ ના દિવસે અંબાજી મંદિરમાં સોનાની ભેટ અપાઈ છે. બંને દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખવા નો આગ્રહ કર્યો હતો. આજે દાન સ્વરૂપે મળેલું સોનું 1,21,34000 અંદાજે દોઢ કિલો સોનાની કિંમત થાય છે.
અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.