દુકાનનું ભાડુ લેવા આવતો નહીં કહી હારૂન ભગાડ પર ચાર શખ્સોનો હુમલો - At This Time

દુકાનનું ભાડુ લેવા આવતો નહીં કહી હારૂન ભગાડ પર ચાર શખ્સોનો હુમલો


દુકાનનું ભાડું લેવા આવતો નહીં કહી હારૂનભાઈ ભગાડ પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. રઘુનંદન સોસાયટીમાં રહેતાં વેપારીએ મોચી બજારમાં કૃષ્ણપરા વિસ્તારમાં દુકાન ભાડે આપી હતી. જે દુકાનનું ભાડું લેવા ગયા ત્યારે ભાડુઆતે ઝઘડો કરી હુમલો કરતાં ઈજાગ્રસ્ત હાલતમાં હારૂનભાઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં સારવાર હેઠળ છે.
બનાવની વિગત મુજબ ફરિયાદી હારૂનભાઈ હાજીજુસબભાઇ ભગાડ (ઉ.વ.65, રહે. રઘુનંદન સોસાયટી શેરી નંબર-6 શક્તિ નિવાસ પોપટપરા) એ ધીરૂ ચુડાસમા, સમીર જસરાયા, માલો જસરાયા, અને એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે પોતે નિવૃત જીવન જીવે છે. પોતાને મોચી બજાર મચ્છીપીઠ કૃષ્ણપરા-2 માં દુકાનો આવેલ છે. જે દુકાન ભાડે આપેલ છે.
ગઈ કાલ સાંજના છ વાગ્યાની આસપાસ હું મારી દુકાને આવેલ. જે દુકાન ભાડામાં શૈલેશ ચુડાસમાને આપેલ છે. જેમાં તે પાનની દુકાન ચલાવે છે. ગઈ કાલે હું દુકાનનું ભાડું લેવાં ગયેલ ત્યારે શૈલેષ સાથે ભાડાની વાતચીત કરતો હતો. દરમિયાન ત્યાં બાજુમાં મારી બીજી દુકાન જે ધીરુ ચુડાસમા અને સમીર જસરાયાને ભાડે આપેલ છે. તે સમીર જસરાયા ધીરુભાઈની દુકાનમાં બેઠો હતો. અને બંને જણા જોરથી વાતો કરતા હતા કે આ હારુનભાઈને ભાડાના રૂપિયા આપવા નથી અને બંને અપશબ્દો બોલતા હતાં.
જેથી હું ત્યાં ગયેલ અને કહેલ કે તું સમીરને દુકાનમાં બેસાડીને મારા વિશે શું ભાડું નહીં આપવાની વાત કરે છે. કહેતા ધીરૂએ એકદમ બેફામ અપશબ્દો આપવાં લાગેલ. જેથી મે ધીરૂને એક ઝાપટ મારેલ. તેવામાં સમીર અને તેનો કાકાનો દિકરો માલો જસરાયા છરી લઈને આવેલ. અને છરી મારવા દોડેલ તેવામાં આજુબાજુના દુકાન વાળા આવી જતાં મને બચાવેલ.
દરમિયાન સમીર, માલો અને ધીરુ અપશબ્દો બોલતાં હતાં તેવાંમાં સમીર જસારાયાની દુકાનમાં કામ કરતો શખ્સ હાથમાં લોખંડની ડોલ લઈને આવેલ અને માથાના ભાગે મારી દિધેલ. બાદ સમીરે મને કહેલ કે હવે ફરીવાર મારી દુકાને ભાડું લેવા આવતો નહીં અને આ દુકાન મારી છે. અને ફરીવાર જો મારી દુકાને ભાડું લેવા આવીશ તો તારા ટાંટીયા ભાંગી નાખીશ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ. ત્યારબાદ ચારેય ત્યાંથી જતા રહેલ. અને મને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરી કાર્યવાહિ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.