વાવ ની પેટા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો જાદુ ના ચાલ્યો, ગુલાબ કરમાયું કમળ ખીલ્યું.
વાવ વિધાનસભા ની પેટા ચૂંટણી માં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ના જંગમાં અપક્ષ માવજી પટેલ ત્રીજા નંબરે રહી ગયા અને કોંગ્રેસ બાજી મારતાં મારતાં રહી ગયું, જ્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2367 મતોથી જીત થતાં,કોંગ્રેસનો ગઢ કહેવાતો વાવ વિધાનસભામાં ભાજપનું કમળ ખીલ્યું હતું.અને કોંગ્રેસનો ગઢ તૂટ્યો હતો.
જો કે ભાજપના ઉમેદવાર જાહેર થયા પહેલાં ભાભર ખાતે ભાજપનું ચૂંટણીલક્ષી કાર્યલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યાલયમાં ગાય માતા આવતાં સ્વરૂપજી ઠાકોરે ગૌમાતા ના આશીર્વાદ લીધા હતા જે આશીર્વાદ જીત મળતાં પુરા થયા હતા. જેથી લોકમુખે ચર્ચાઓ થતી હતી કે સ્વરૂપજી ઠાકોરને ગૌમાતાના આશીર્વાદ ખરેખર ફળ્યા.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.