જસદણ યાર્ડના ચેરમેન તકવાદી તાગડીયા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં ખોખો રમાડતા ખેડૂતોએ ખખડાવ્યા - At This Time

જસદણ યાર્ડના ચેરમેન તકવાદી તાગડીયા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં ખોખો રમાડતા ખેડૂતોએ ખખડાવ્યા


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જિલ્લાભરમાં ટેકાના ભાવે મગફળી સહીતની ખરીદી શરૂ થઈ હોય ત્યારે જસદણમાં એક સપ્તાહ બાદ પણ યાર્ડના ચેરમેન તાગડીયા ના મનસ્વી વલણ અને ખેડૂત પ્રત્યેની કુટનીતિને કારણે ખેડૂતોને સસ્તી મગફળી વેચવી પડી રહી છે. આ બાબતે સોશિયલ મીડિયામાં તેમજ જાહેરમાં ફોન કરીને અરવિંદ તાગડીયા ને ખેડૂતોએ તતડાવી નાખ્યા રાજીનામું માગ્યું જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા ખેડૂતો સાથે ખો માટલી રમવામાં આવી રહી છે. તેવા ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે દસ દિવસ બાદ જસદણ ના જુના માર્કેટ યાર્ડમાં આજે મગફળીની ટેકાના ભાવે ખરીદી થવાની હતી તેને લઈને 11 ખેડૂતોને બોલાવેલા ગઈકાલે રાત્રે બે વાગ્યાના ખેડૂતો મગફળી લઈને આવી ગયા. જ્યારે મગફળી ખરીદવાનો ટાઈમ થયો ત્યારે ખેડૂતોને ના પાડવામાં આવી કે તમારી મગફળી ખરીદવામાં નહીં આવે એજન્સી વાળાને પૂછવામાં આવતા એજન્સી વાળાએ જણાવેલું કે હું તો મગફળી ખરીદવા માટે તૈયાર જ છું પણ મને અત્યારે ફોન આવી અને કહી દીધું કે તમારે ખેડૂતની મગફળી ખરીદવાની નથી ખેડૂતો દ્વારા એપીએમસીના ચેરમેન અરવિંદ તાગદિયા ને ફોન પર ઉધડો લેવામાં આવ્યો હતો તમામ જવાબદારી અરવિંદ તાગદિયાની હોવા છતાં જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા એજન્સીના પ્રમુખ સ્વીકારે છે કે મને અરવિંદ તાગડીયા એ ના પાડી કે ખરીદી ના કરતા તો અરવિંદ તાગાદિયા પોતાની જવાબદારીમાંથી હાથ કેમ ખંખૅરી રહ્યા છે. કારણકે તેમના સગા વાલા ને એજન્સી આપવાની છે તેવું જાણવા મળી રહ્યું છે. ખેડૂત કરે તો શું કરે એપીએમસી ના ચેરમેન ને ખૅડુતોયે કીધુ કે અમે દવા પી જાઈએ ભાડે વાહન બંધ આવેલા હોય વાહન ભાડું કોણ આપશે એક ખેડૂત પોતાની વેદના સંભળાવતો ત્યારે આંખમાંથી આંસુસરી ગયા હતા છેલ્લા દસ દિવસથી મજૂરો પણ પોતાના ઘરના રોટલા ખાય અને યાર્ડમાં ધામા નાખી રહ્યા છે. ખેડૂત દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે વેપારી દ્વારા 800 થી 1100 ના ભાવે ખેડૂતોની મગફળી ખરીદી અને તેઓ ટેકાના ભાવે મગફળી વેચવાના છે ચેરમેનની મિલી ભગત થી અંતમાં ખેડૂતોએ ચેરમેનને કીધેલું કે તમે કઈ જગ્યાએ છો તે જગ્યાએ અમે દવા લઈને આવીએ છીએ ખેડૂતોએ તાગડિયા ઉપર ભરપૂર રોષ ઠાવ્યો છે તેમજ સોશિયલ મીડિયામાં પણ અરવિંદ તાગડીયાની ભારે ટીકા થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.