નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોની હેરફેર કરતા એક ઇસમને કુલ કિ.રૂ. ૪,૬૪,૮૯૪/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોની હેરફેર કરતા એક ઇસમને કુલ કિ.રૂ. ૪,૬૪,૮૯૪/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઈડ કરી, કડક કાર્યવાહી કરવા ભાવનગર રેન્જ હેઠળ આવતા ત્રણેય જિલ્લાઓના પોલીસ દળને જરૂરી સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લા પોલીસને દારૂની બદી દુર કરવા તથા દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમની પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ના હેડ કોન્સ. લીલેશભાઈ બાબરીયા તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ હોય સંજય નરશીભાઈ સાંખટ રહે.મહુવા વાળો પોતાની હવાલા વાળી કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરી ઉના રાજુલા હાઇવે રોડ ઉપર આવે છે જે હકિકત આધારે વોચમાં રહી મજકુર આરોપીને ફોર વ્હીલ કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો હેરફેર કરતા પકડી, આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→
પકડાયેલ આરોપી:-
સંજય નરશીભાઈ સાંખટ, ઉ.વ.૩૧, રહે.મહુવા, કુટીર નિવાસ, ખરક બોડીંગની સામે, તા.મહુવા, જિ.ભાવનગર.
→ પકડાયેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની બોટલ નંગ - ૬૬ કિ.રૂ. ૩૪,૮૯૪/- તથા તથા એન્ડ્રોઇલ મોબાઇલ ફોન નંગ ૨ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા હુન્ડઇ કંપનીની આઈ. ૨૦ મોડલની ફોર વ્હીલ કાર રજી.નં. જી.જે.૧૦.બી.આર. ૮૬૦૦ કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૬૪,૮૯૪/-નો મુદ્દામાલ.
→
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી સંજય નરશીભાઈ સાંખટ રહે.મહુવા વાળા વિરુધ્ધમાં નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.
(૧) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૦૬૬/૨૦૨૩ IPC કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪.
(૨) મહુવા પો.સ્ટે. (જિ.ભાવનગર) ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૩૦૦૧૨/૨૦૨૩ પ્રોહી. કલમ ૬૬ (૧)બી.
(૩) મહુવા પો.સ્ટે. (જિ.ભાવનગર) ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૩૦૦૧૩/૨૦૨૩ GP Act. કલમ ૧૩૫.
(૪) મહુવા પો.સ્ટે.(જિ.ભાવનગર) ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૪૦૭૧૮/૨૦૨૪ પ્રોહી. કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬બી, ૮૧.
(૫) મહુવા પો.સ્ટે. (જિ.ભાવનગર) ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૪૦૭૨૦/૨૦૨૪ પ્રોહી. કલમ ૬૫(એ)(એ), ૧૧૬બી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઈ. બહાદુરભાઈ વાળા તથા હેડ કોન્સ. લીલેશભાઇ બાબરીયા, જયેન્દ્રભાઈ બસીયા, સુરેશભાઈ મેર, તુષારભાઈ પાંચાણી તથા પો. કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.