વિરપુર તાલુકામાં ફાર્મર આઈડી બનાવવા સર્વર ખોટકાતા ખેડૂતોને હાલાકી…
પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરાયું...
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે તાલુકામાં છેલ્લા બે દિવસથી સર્વર ડાઉન હોવાથી પોર્ટલ પર માહિતી અપલોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેના કારણે વ્હેલી સવારથી જ ગ્રામ પંચાયત પર પહોંચેલા ખેડૂતોને મોડી સાંજ સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. આ સ્થિતિમાં મુદત લંબાવવા માંગ ઉઠી છે રાજ્યમાં ૧૫ મી ઓક્ટોબર ૨૦૨૪ થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે તેમજ ચાલુ મહિનાની ૨૫ મી તારીખ પહેલા ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવી ફરજિયાત છે. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ પ્રધાનમંત્રી કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે. જેમાં ૨૫ મી નવેમ્બર પહેલા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ નોંધણી કરાવવાનું જણાવવામાં આવ્યું છે તો બીજી તરફ વિરપુર તાલુકામાં ખેડૂતોને રજીસ્ટ્રેશનને લઇ ભારે હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. છેલ્લા બે દિવસથી પોર્ટલનું સર્વર ડાઉન રહેવાના કારણે વ્હેલી સવારથી જ ગ્રામ પંચાયત પર આવેલા ખેડૂતોને ભૂખ્યા, તરસ્યાં લાઇનમાં ઉભા રહેવું પડે છે. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે આ સ્થિતિમાં રજીસ્ટ્રેશન માટે મુદત વધારવા માંગ ઉઠી છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.