PM અદાણીને બચાવી રહ્યા છે...:CMને 10-15 કરોડમાં જેલ થાય, અદાણી 2 હજાર કરોડમાં પણ બહાર; તેમની તરત ધરપકડ થવી જોઈએ, રાહુલ ગાંધીની ડિમાન્ડ - At This Time

PM અદાણીને બચાવી રહ્યા છે…:CMને 10-15 કરોડમાં જેલ થાય, અદાણી 2 હજાર કરોડમાં પણ બહાર; તેમની તરત ધરપકડ થવી જોઈએ, રાહુલ ગાંધીની ડિમાન્ડ


ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના આરોપ લાગ્યા છે. ગૌતમ અદાણી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો મામલે રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું- અદાણીજી 2 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે અને બહાર ફરે છે કારણ કે પીએમ મોદી તેમને બચાવી રહ્યા છે. ગૌતમ અદાણીએ અમેરિકામાં ગુના આચર્યા છે, પરંતુ ભારતમાં તેમની સામે કંઈ કરવામાં આવી રહ્યું નથી. અદાણીના સંરક્ષક સેબીના ચેરપર્સન માધબી બુચ સામે કેસ થવો જોઈએ. અમેરિકામાં ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજોની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $265 મિલિયન (આશરે રૂ. 2200 કરોડ)ની લાંચ આપી અથવા આપવાનું આયોજન કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું- પીએમ મોદી અદાણીને બચાવી રહ્યા છે આજે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીજીએ સૂત્ર આપ્યું હતું- એક હૈ તો સેફ હૈ. જો ભારતમાં અદાણીજી અને મોદીજી એક હૈ તો સેફ હૈ. ભારતમાં કોઈ અદાણીજીને કંઈ કરી શકે તેમ નથી. એક મુખ્યમંત્રી 10-15 કરોડ રૂપિયાના આરોપમાં જેલમાં ધકેલાય છે પરંતુ અદાણીજી 2 હજાર રૂપિયાનું કૌભાંડ કરે છે. કારણ એ છે કે પીએમ તેમની સુરક્ષા કરે છે. પીએમ મોદી અદાણીને બચાવી રહ્યા છે અને તેઓ પોતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. રાહુલની કોન્ફરન્સના અપડેટ્સ... અદાણી ગ્રીન એનર્જી સંબંધિત અમેરિકાનો કેસ અમેરિકન કોર્ટમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજોની છેતરપિંડી અને લાંચના આરોપ લાગ્યા છે. આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય એક ફર્મ સાથે જોડાયેલો છે. આ કેસ યુએસ કોર્ટમાં 24 ઓક્ટોબર 2024ના રોજ નોંધવામાં આવ્યો હતો. જેની સુનાવણી બુધવારે હાથ ધરવામાં આવી હતી. અદાણી ઉપરાંત અન્ય સાત લોકો સામેલ છે જેમાં સાગર અદાણી, વિનીત એસ જૈન, રણજીત ગુપ્તા, સિરિલ કેબેનિસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલનો સમાવેશ થાય છે. જાણો શું છે સમગ્ર મામલો અમેરિકામાં જાણીતા બિઝનેસમેન ગૌતમ અદાણી પર ગંભીર આરોપો લાગ્યા છે. ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અદાણી સહિત 7 લોકો પર છેતરપિંડી અને લાંચના આરોપ લગાવ્યા છે.યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસ અનુસાર, અદાણીએ ભારતમાં સોલાર એનર્જી પ્રોજેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $250 મિલિયન (રૂ. 21 અબજથી વધુ)ની લાંચ આપવાનું વચન આપ્યું હતું. આરોપ છે કે આ રૂપિયા ભેગા કરવા માટે અમેરિકા સહિત વિદેશી રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવામાં આવ્યું હતું. અદાણીએ આ અંગે બધાને અંધારામાં રાખ્યા અને અમેરિકન રોકાણકારો સહિત વૈશ્વિક રોકાણકારો પાસેથી ભંડોળ ભેગુ કર્યું. આરોપીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને ઉદ્યોગપતિના નજીકના સાગર અને વિનીત જૈનનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગૌતમ અને સાગર અદાણી સામે પણ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અદાણી સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... ગૌતમ અદાણી પર ન્યૂયોર્કમાં છેતરપિંડી-લાંચનો આરોપ:સૌર ઊર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 2 હજાર કરોડ આપ્યાનો દાવો; અરેસ્ટ વોરંટ જાહેર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત 7 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 2 હજાર કરોડ લાંચ આપવાનું વચન આપ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.