મહીસાગર જિલ્લામાં ભૂમાફિયાઓ નિયમોને નેવે મૂકી બન્યા બેફામ... - At This Time

મહીસાગર જિલ્લામાં ભૂમાફિયાઓ નિયમોને નેવે મૂકી બન્યા બેફામ…


લાલસર ચોકડી ખાતે જમીન માફિયાઓનો દબદબો..

ગૌચરની મિલ્કતમાં માટી પુરાણ કરી રોફ જમાવી અધ્ધરતાલે ચાલતું નવીન શોપિંગનું બાંધકામ.

કાયદાની ઐસીતૈસી કરી સરેઆમ તંત્રના સત્તાધીશો સામે ચેલેન્જ ફેંકી ધજીયા ઉડાવ્યા...
લાલસર ચોકડી ખાતે સરકારી ગૌચર જમીન હડપ કરી જવાનો કિસ્સો સામે આવ્યો..

મળતી વિગતો મુજબ લાલસર ચોકડી પર નવ નિર્મિત શોપિંગનું કામ પુર જોશમાં ચાલતું હોય ત્યારે માલિકી સીમ સર્વ નંબર ૧૭૪/પૈકી ૨ ની હદવારે આવેલ સરકારી પડતર ગૌચર જમીનનો સર્વ નંબર ૨૫૪/પૈકી ૩ ના વપરાશ માટે ગ્રામ પંચાયત હેડે કોઈપણ પ્રકારની બોધકામ માટેની પૂર્વ મંજૂરી ગ્રામ પંચાયત દ્વારા આપેલ નથી તદુપરાંત ગ્રામ પંચાયત ના તત્કાલીન સરપંચના જણાવ્યા અનુસાર શોપિંગ ના માલિકોને નોટિસ પણ ઈશ્યુ કરેલ હોવા છતાં આ મહામાનવો કોના ઈશારે નવીન શોપિંગનું બોધકામ અવિરત ચાલુ રાખેલ હોય તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે,સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા એક વર્ષ અગાઉ સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઇન અરજી પણ કર્યાની પણ વિગતો બહાર આવી છે,ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીના વડા દ્વારા જાહેરહિતને ધ્યાને લઈ તાત્કાલિક ગૌચરની ફરતે તારની વાડ કરવાની પણ સૂચના અપાઈ હતી, જેનો એક વર્ષનો સમયગાળો વીત્યા બાદ પરિસ્થિતિ જેસે થે,ત્યારે માથાભારે બિલ્ડરો,સરકારી મિલ્કતમાં રેતી કપચી સેન્ટ્રીગ ના ધામા નાખી ઉચ્ચ અધિકારીઓની સૂચનાને પણ ગોળીને પી જતા હોય છે, સુ આ મહાશયને તંત્રનો ખૌફ કે ડર નથી,ગૌચરમાં દબાણ કરી પચાવી પાડવાની ફિરાકમાં હોય તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે,આવા બિલ્ડરો ગૌચરની જમીન હડપ કરી જવામાં તેઓનો બદ ઈરાદો સફળ થાય તો નવાઈ નહિ,આ માથાભારે મહાશય,પૈસાપાત્ર હોવાથી સ્થાનિકોને રંઝાડી રહ્યા હોય તેવી સ્થાનિક રહીશોની બૂમો ઉઠી છે,ત્યારે જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવેલ કે નવીન શોપિંગના બોધકામ માટે કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ નથી,તો સુ આ મહાશય પોતાના બળબુતા ઉપર મનમાની કરી રહ્યા હશે ?? કાયદાની ઐસીતેસી કરી નિયમોને નેવે મૂકી કાયદાને ગોળીને પી જતા હોય તેવું જણાય રહ્યું છે, ત્યારે સત્વરે આવા બની બેઠેલા માથાભારે બિલ્ડરો કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે ભીનું સંકેલાશે તેવા અનેક પ્રશ્નો ઉદ્દભવે છે,ત્યારે ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર ખાડે જાય તો નવાઈ નહી આવા બિલ્ડરો સામે તંત્ર જાજમ પાથરશે કે લાલ આંખ કરશે તેવા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે, તંત્ર આંખ આડા કાન કરશે કે દબાણ દૂર કરવામાં સફળ થશે તેના પર સ્થાનિકો મીટ માંડી બેઠા છે,તંત્ર ની મિલીભગત કે શોપિંગ માલિકો પર તંત્ર મહેરબાન થઇ છાવરશે તે જોવું રહ્યું ??ત્યારે જમીન માફિયાઓ પર કાયદાનો ગાળિયો ક્યારે ?? તંત્ર તવાઈ કરશે કે ખોખલુ વલણ અપનાવશે તે જોવું રહ્યું.....

રિપોર્ટર : છત્રસિંહ ચૌહાણ મહીસાગર9825094436


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.