કુતિયાણા મત વિસ્તારમાં માંગલિક પ્રસંગોમાં હાજરી આપી શોભામાં અભિવૃદ્ધિ કરતા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા
કુતિયાણા મતક્ષેત્રના લોકોના હ્રદયમાં લોકલાડીલા નેતા તરીકે કાયમી સ્થાન કરવામાં પારંગતા મેળવતા કાંધલભાઈ જાડેજા.
ગોસા(ઘેડ)તા.૧૮/૧૧/૨૦૨૪ સમાજમાં માણસને લોકપ્રિય અને લોકલાડીલા પોતીકાપણું કેમ બની શકાય? તે શીખવા માટે કુતિયાણા-રાણાવાવ વિધાનસભા મત ક્ષેત્રના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ સરમણભાઈ જાડેજા પાસે થી શીખ લેવી તેમ તેઓએ તેમના મત વિસ્તારમાં કરી બતાવેલ છે.
ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તેમના મત વિસ્તારના લોકોને મતદાર ની દ્રષ્ટિ એ નથી જોતા પણ એક પારિવારિક નાતા તરીકે ગણે છે. તેમાં પણ કોઈ જ્ઞાતિ બાધ નથી સૌ જ્ઞાતિ સમાજ એક જ માને છે. રાજકીય રીતે તેમજ અન્ય કોઈ પ્રશ્ન હોય તે તો હલ કરે છે. પરંતુ તેમના મત વિસ્તારમાં કોઈ પણ જ્ઞાતિના સામાજીક કર્યો હોય, ધાર્મિક કાર્યો હોય, તહેવારો ના પ્રસંગ હોય, કે માંગલિક કાર્ય(પ્રસંગ) હોય યા કોઈ દુ:ખદ ઘટના ઘટી હોય આ બધા પ્રસંગોપાતમાં હંમેશા લોકો, સમાજની પડખે ધારા સભ્ય નહીં પણ એક પારિવારિક સભ્ય તરીકે સદા કાંધલભાઈ જાડેજા ઉભા રહે છે. જેના કારણે કુતિયાણા- રાણાવાવ વિધાન સભા વિસ્તારમાં લોક લાડીલા નેતા તરીકે આ વિસ્તારની જનતાના હ્રદયમાં કાયમી સ્થાન કરી લીધું છે.
કાંધલભાઈ જાડેજા ધારા સભ્ય હોવા છતાં નાના માણસો સાથે નાના અને મોટા માણસો સાથે મોટા પણું તેમના ગુણમાં સમાયેલું છે.
હાલમાં માંગલિક લગ્નઉસત્વ ની સીઝન ચાલી રહી છે. ત્યારે કુતિયાણા મત વિસ્તારમાં કુતિયાણા ખાતે રહેતા ભીમાભાઇ વિક્રમભાઈ ઓડેદરા ના ઘરે લગ્ન પ્રસંગનો રૂડો અવસર હોય ત્યારે કુતિયાણા ખાતે ભીમાભાઇ ઓડેદરા ની સુપુત્રી ચિં. ગ્રીષ્મા ના શુભ લગ્ન પ્રસંગે કાંધલભાઈ જાડેજાએ હાજરી આપી રૂડા અવસરની શોભા વધારી હતી.
જ્યારે અન્ય માંગલિક પ્રસંગમાં પોરબંદર ખાતે ચિકાસાના વિક્રમભાઈ મ્યાંઝરભાઈ આગઠના સુપુત્ર ચિ. રાજુના લગ્ન પ્રસંગે લગ્ન મંડપમાં જઈ ધારા સભ્ય કાંધલભાઈ જાડેજાએ તેના પ્રસંગ ને દીપાવ્યો હતો.
જ્યારે રાણાવાવ તાલુકાના વનાણા ગામે મોકરીયા પરિવારના ઘરે માંગલિક પ્રસંગ હોય ત્યાં વનાણા ખાતે સુરેશભાઈ વાલજીભાઈ મોકરિયા ની સુપુત્રી ચિ.પાયલ ના શુભ લગ્ન પ્રસંગે હાજરી આપી ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા તેમના લગ્નોસત્વની શોભાની શાન વધારી હતી.
રિપોર્ટર :-વિરમભાઇ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.