અમદાવાદ શહેરના નહેરુનગર સર્કલ પાસે શાકભાજીના વેપારી પર ફાયરિંગ, અંગત અદાવતમાં ફાયરિંગ થયાનું અનુમાન
અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ વધતો જાય છે તેનું ઉદાહરણ પુરું પાડતી એક ફાયરિંગ ની ઘટના શનિવારના રોજ મોડી સાંજે શહેરના નહેરુનગર સર્કલ ટાગોર ચોકી પાસે બની હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાઈક પર સવાર બે યુવકોએ ફ્રુટ અને શાકભાજીનો હોલસેલ વેપાર કરતાં 65 વર્ષીય વેપારી પર ફાયરિંગ કર્યું હતું.જો કે આ ઘટનામાં વેપારીનો આબાદ બચાવ થયો હતો,કારણ કે ગોળી કાનની નજીકના ભાગેથી પસાર થઈ હતી.ગોળી કાનને વિધીને નિકળી જતાં કાનના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી વેપારીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈજા ગ્રસ્ત વેપારીનું નામ બદાજી ચમનાજી મોદી જાણવા મળ્યું છે અને મહાલક્ષ્મી ફ્રુટ નામથી દુકાન ધરાવે છે.વેપારી શનિવારના રોજ આશરે આઠેક વાગ્યાની આસપાસ તેમનાં પુત્ર સાથે દુકાન બહાર બેઠા હતા તે દરમિયાન ટાગોર ચોકી તરફથી બાઈક પર બે શખ્સો આવ્યા હતા.જેમાંથી એક શખ્સ બાઈક પરથી ઉતર્યો અને પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી ગોળી મારીને આગળ બાઈક લઈને ઉભેલા શખ્સ સાથે બાઈક પર સવાર થઈ ફરાર થઈ ગયો હતો.
આ ફાયરિંગ ની ઘટનાનાં કારણે ત્યાં ઉભેલા ગ્રાહકો અને આસપાસના દુકાનદારોમાં ગભરાટ ફેલાયો હતો અને નાસાભાગ મચી ગઈ હતી.ઘટનાની જાણકારી પોલીસને થતાં સેટેલાઈટ પોલીસ અને એલીસબ્રીજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.સાથે ઝોન 7 ડીસીપી, એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચનો ડીસીપી, એસીપી સહિતનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો.
પ્રાથમિક તપાસમાં ફ્રુટ અને શાકભાજીનો વેપાર કરતા વેપારી પર ફાયરિંગ થવા પાછળ બે કારણો સામે આવ્યા હતા.એક કારણ મુજબ આજથી લગભગ એક વર્ષ પહેલાં રાજસ્થાનમાં ખેતા રામનું મર્ડર થયું હતું કે જે ઈજાગ્રસ્ત વેપારી બદાજીના ભાઈ હતાં અને એમનું મર્ડર એમને કરાવ્યું હતું એવી શંકાના આધારે એમનાં નજીકના સંબંધીઓએ ફાયરિંગ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.તો બીજી બાજુ વડીલો પાર્જીત જમીનનો વિવાદ ચાલી રહ્યો છે, જેમાં બદાજીએ સહી નાં કરતાં ફાયરિંગ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.પરંતુ અસલ કારણ તો પોલીસ દ્વારા આ ઘટનાના આરોપીની ધરપકડ બાદ જ સામે આવશે.હાલ તો પોલીસે આરોપીઓ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.
SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.