દામનગર પાલિકા પમુખ નારોલા ને યુવા આર્મી નું આવેદન પત્ર સૌની યોજના અશાંત ધારો અને તાલુકા ની સુવિધા માટે સરકાર માં દરખાસ્ત કરવા રજુઆત
દામનગર પાલિકા પમુખ નારોલા ને યુવા આર્મી નું આવેદન પત્ર
સૌની યોજના અશાંત ધારો અને તાલુકા ની સુવિધા માટે સરકાર માં દરખાસ્ત કરવા રજુઆત
દામનગર શહેર ની નગરપાલિકા ના પ્રમુખ નારોલા સમક્ષ યુવા આર્મી ટીમે પાઠવ્યું આવેદન પત્ર દામનગર શહેર ને તાલુકા સ્તર ની સુવિધા વિવિધ જળાશયો નો સૌની યોજના હેઠળ સમાવેશ શહેર ના ૧૧ વિસ્તારો ને અશાંત ધારા હેઠળ સમાવેશ કરવા રજુઆત પાલિકા ની સામાન્ય સભા માં દામનગર શહેર ની વિવિધ માંગો ને લઈ ગુજરાત સરકાર માં દરખાસ્ત મુકવા માંગ ૧૪૦૦ થી વધુ યુવાનો નું સંગઠન યુવા આર્મી ટીમ દ્વારા દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સમક્ષ પાલિકા કક્ષા એથી સરકાર માં દરખાસ્ત થવા આવેદન પત્ર પાઠવી માંગ કરાય યુવા આર્મી ટીમ ના હરેશભાઇ વાવડીયા મહેશભાઈ વાવડીયા મુકેશભાઈ બુધેલીયા સંજયભાઈ નારોલા મહાકાલ ટ્રસ્ટ સચિનભાઈ બોખા જયસુખભાઈ બુધેલીયા જયેશભાઇ નારોલા સહિત ના યુવાનો દ્વારા પાલિકા પ્રમુખ ને આવેદન પત્ર પાઠવી દામનગર શહેર માં વિવિધ સુવિધા માટે પાલિકા કક્ષા એથી પણ સરકાર માં દરખાસ્ત થવા રજુઆત કરાય હતી છેલ્લા ઘણા સમય થી દામનગર શહેર ની ગ્રામ્ય સ્તર ની સુવિધા પણ છીનવાઈ રહી છે મોટા ભાગે ઇન્ચાર્જ તંત્ર થી વહીવટી ચલાવાય છે ત્યારે દામનગર સહિત ૩૭ જેટલા ગ્રામ્ય વિસ્તારો વચ્ચે કાયમી રેવન્યુ કચેરી ની માંગ તાલુકા મામલતદાર કચેરી માટે વર્ષો થી જમીન પણ સંપાદિત થયેલ દાયકા થી નાની ચિસાઈ હેઠળ નું કુંભનાથ તળાવ ઉડા ઉતારવા કે વરસાદી પાણી થી ભરાય તેવી કોઈ દરકાર લેવાઈ નથી શહેર ના વિવિધ ૧૧ જેટલા વિસ્તારો ને અશાંત ધારા હેઠળ સમાવેશ કરવા સહિત ની માંગ કરાય છે આગામી સામાન્ય સભા માં આ મુદ્દે જનરલ બોર્ડ નું સમર્થન માટે મૂકી સરકાર માં દરખાસ્ત કરવા માંગ કરાય છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.