હાલાર નાં બંને જિલ્લા માં આજે પણ વીજતંત્ર દ્વારા ચેકિંગ કરાયું આજે વધુ રૂ. ૪૦ . ૨૫ લાખ ની વીજ ચોરી ઝડપાઈ - At This Time

હાલાર નાં બંને જિલ્લા માં આજે પણ વીજતંત્ર દ્વારા ચેકિંગ કરાયું આજે વધુ રૂ. ૪૦ . ૨૫ લાખ ની વીજ ચોરી ઝડપાઈ


હાલાર નાં બંને જિલ્લા માં આજે પણ વીજતંત્ર દ્વારા ચેકિંગ કરાયું

આજે વધુ રૂ. ૪૦ . ૨૫ લાખ ની વીજ ચોરી ઝડપાઈ

જામનગર શહેર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા નાં ગામડા મા આજે પણ સતત ત્રીજા દિવસે વીજ ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી. આજે વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી મા રૂ. ૪૦.૨૫ લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સતત ત્રીજા દિવસે પણ ચેકીંગ કરાયુ હતું. આજે જામનગર શહેર મા અંબાજી ચોક, કુંભારવાડો, સુભાષ માર્કેટ, હાપા કોલોની, તિરૂપતિ સોસાયટી, ઢીચડા રોડ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાણવડ તાલુકાના મોરજર , સઈ દેવળીયા , મેવાસા ,ફતેપર ,મોટા કાલાવડ, અને મોડપર ગામ મા વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું

આજે કુલ ૩૫ જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, અને સમગ્ર દિવસ દરમિયાન કુલ ૫૧૫ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૭૬ વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેને રૂપિયા ૪૦.૨૫ લાખ ના વિજચોરી ના પુરવણી બિલો અપાયા છે.આમ ત્રણ દિવસ માં કુલ રૂ. ૧૬૯.૭૦ લાખ ની વિંજ ચોરી ઝડપાઈ છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.