બિહાર તેમ જ પૂર્વી ઉત્તર પ્રદેશના લોકોનો સૌથી મોટો મહાપર્વ એટલે છઠ પૂજા ઉત્સવ 7 નવેમ્બરના રોજ મનાવવામાં આવ્યો જેમાં સાંજના સમયે વ્રતીઓ દ્વારા તમામ ઘાટ પર નદીના પાણીમાં કે વિવિધ સ્થળે તૈયાર કરવામાં આવેલા કુંડમાં ઊભા રહી સાંજે 5.57 વાગે ઢળતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવ્યું હતું - At This Time

બિહાર તેમ જ પૂર્વી ઉત્તર પ્રદેશના લોકોનો સૌથી મોટો મહાપર્વ એટલે છઠ પૂજા ઉત્સવ 7 નવેમ્બરના રોજ મનાવવામાં આવ્યો જેમાં સાંજના સમયે વ્રતીઓ દ્વારા તમામ ઘાટ પર નદીના પાણીમાં કે વિવિધ સ્થળે તૈયાર કરવામાં આવેલા કુંડમાં ઊભા રહી સાંજે 5.57 વાગે ઢળતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવ્યું હતું

મેઘાણીનગર સાર્વજનિક મહાપર્વ છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું તેની સાથે જ વિવિધ સંગઠનો દ્વારા સાંજે તેમજ રાતના સમયે વ્રતીઓ તેમજ તેમના સગા સંબંધીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ લોકઆસ્થાનો મહાપર્વ ચાર દિવસ સુધી ઊજવવામાં આવે છે. છઠ પૂજા દરમિયાન ત્રીજા દિવસની પૂજાનો મહત્વ હોય છે, જેમાં ઉપવાસી મહિલાની સાથે તેના પરિવારના સભ્યો નદી કે તળાવ પર જાય છે જ્યાં કમર સુધીના પાણીમાં ઉભા રહી ઢળતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે અંતિમ દિવસે સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય આપ્યા બાદ ઉપવાસીઓ પ્રસાદ ગ્રણહ કરી ઉપવાસની પૂર્ણાહુતિ કરે છે. તેની સાથે જ આ વર્ષે પહેલી વાર ભોજપુરી કલાકારો દ્વારા સ્થળ પર ઓર્કેસ્ટ્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ મહોત્સવમાં કુબેરનગરના વોર્ડ કોર્પોરેટર શ્રી ઉર્મિલાબેન પરમાર નિકુલસિંહ તોમર કામિનીબેન ઝા અને આગેવાન જેઠાભાઈ પરમાર પણ જોડાયા હતા..
દિનેશ સોલંકી અમદાવાદ

9723335736
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.