ચેરમેન લોકેશ લાલવાણીએ બિગવર્ક ડિઝાઇન સ્ટુડિયો કંપનીના માલિક પ્રકાશ મૂલચંદાણી સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ઉચાપતની ફરિયાદ નોંધાવી. - At This Time

ચેરમેન લોકેશ લાલવાણીએ બિગવર્ક ડિઝાઇન સ્ટુડિયો કંપનીના માલિક પ્રકાશ મૂલચંદાણી સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ઉચાપતની ફરિયાદ નોંધાવી.


અમદાવાદ ગુજરાતમાંથી સમાચાર આવી રહ્યા છે

અમદાવાદ અને સુરતના ટેક્સટાઇલ એસોસિએશનના ચેરમેન લોકેશ લાલવાણીએ બિગવર્ક ડિઝાઇન સ્ટુડિયો કંપનીના માલિક પ્રકાશ મૂલચંદાણી સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ઉચાપતની ફરિયાદ નોંધાવી છે.

લોકેશ લાલવાણીએ આરોપ લગાવ્યો છે કે પ્રકાશ મૂલચંદાણીએ એસોસિએશનના ડિઝાઇનિંગ અને પ્રિન્ટિંગના કામ માટે લગભગ રૂ. 150,000/- (એક લાખ પચાસ હજાર)ની એડવાન્સ માં માંગ્યા હતાં.

આથી એસોસિયેશનના ચેરમેન લોકેશભાઈ લાલવાણીએ તેમણે કામ પેટે માંગી રકમ એડવાન્સ માં ચૂકવ્યા હતા. ત્યારબાદ પણ તેમણે સમયસર કામ કર્યું ન હતું. લાંબા સમય બાદ પણ પ્રકાશભાઈ એ એસોસિયેશન નું કામ કર્યું નહોતું,આથી એડવાન્સ આપેલ રકમ એસોસિયેશનના ચેરમેને પરત માંગી હતી.

તો પૈસા રિટર્ન કરવા ને બદલે પ્રકાશ મૂલચંદાણીએ ક્યારેક પરિવારમાં બિમારીનો ઉલ્લેખ કર્યો તો ક્યારેક ચેક મોકલી આપ્યો છે,આજે મળી જશે તેમ કહીને આવા ખોટા વચનો આપીને સમય વેડફયો હતો.

એસોસિએશનના ચેરમેન લોકેશ લાલવાણીને શંકા ગઈ કે પ્રકાશ મૂલચંદાણી તેમની સાથે કામ નામે છેતરપિંડી કરવાના ઈરાદે એડવાન્સ પૈસા લીધા હતા, આથી તેમણે એટલે કે અમદાવાદ એન્ડ સુરત ટેકસટાઇલ માર્કેટ નાં ચેરમેન લોકેશ લાલવાણીએ અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.