ભરૂચમાં સેવા યજ્ઞ સમિતિનું અનોખું કાર્ય : જેને નથી સાચવતા પોતાના સંતાનો તેવા વૃદ્ધોથી માંડી પથારીવશ 400 લોકોની થઈ રહી છે સેવા
સેવા યજ્ઞ સમિતિ ની ટીમ પથારીવશોની માત્ર સેવા જ નહીં પરંતુ તેમની સાથે તમામ તહેવારો પણ ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવે છે - અટકતા ભટકતા અને ઈજાગ્રત અવસ્થામાં પડેલા લોકોની થાય છે અનોખી સેવા...
એવું કહેવાય છે કે નાનપણમાં માતા પિતા સંતાનોને જીવ કરતા વધુ સાચવે પરંતુ એ જ માતા પિતા વય વૃદ્ધો થાય તો તેમને સંતાનો ન સાચવે તો આવી અનેક પરિસ્થિતિ ઉભી થતી હોય છે ભરૂચની સેવા યજ્ઞ સમિતિ ઘણા અટકતા ભટકતા અને પથારીવશ અનેક બીમારીઓથી પીડાતા 400 થી વધુ લોકોની દેખરેખ મળ મૂત્ર સાફ એટલું જ નહીં ભારતીય સંસ્કૃતિના તમામ તહેવારો પણ મનાવીને એક અનોખી સેવા કરવા સાથે સેવા યજ્ઞ સમિતિ માટે તમામ દિવસો દિવાળી જેવા જ રહેતા હોવાનો અનુભવ કરી રહ્યા છે.
જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે પણ ઈશ્વરરૂપી હવે ભરૂચમાં સિવિલ હોસ્પિટલની પાછળ સેવા યજ્ઞ સમિતિ પણ આર્શીવાદરૂપ બની રહી છે આ સિવાય યજ્ઞ સમિતિ તમામ ઋતુમાં જરૂરી સામગ્રીઓ અને શિયાળામાં ધાબળા સ્વેટર સહિત ચોમાસામાં જરૂરિયાતમંદ સ્લમ વિસ્તારમાં તાડપત્રીનું પણ વિતરણ કરી માનવ જીવો માટે કામ કરી રહી છે માત્ર દાન કરવું તે મહત્વનું નથી પરંતુ જાતે જ મહેનત કરવી અને એવા લોકોની કે જેના પગ શરીરમાં જીવજંતુ પડી ગયા હોય અને છતાં પણ તેની સારવાર જાતે કરવી બસ આવું જ કામ સેવા યજ્ઞ સમિતિ કરી રહ્યું છે.
સેવા યજ્ઞ સમિતિ પાસે કોઈ મોટી બિલ્ડીંગ કે આલિશાન આશ્રમ નથી પણ સાચા અર્થમાં સેવા કાર્ય કરનારને હંમેશા મદદરૂપ થવું તે પણ જરૂરી છે સેવા યજ્ઞ સમિતિ સિવિલ હોસ્પિટલની પાછળ તાડપત્રીના તંબુ ઊભા કરી એવા લોકોને આશરે સ્થાન આપી રહ્યું છે કે જેને કોઈ સાચવતું નથી પોતાના સંતાનો સુધી પોતાના મા બાપને સાચવવામાં શરમાઈ છે એટલું જ નહીં પથારીવશ કે જેને ગંભીર પ્રકારની બીમારી હોય તેવા પથારી વશ લોકોની સમયસર દવા આપી સમયસર સ્વાસ્થ્યને અનુકૂળ ભોજન આપવું નવડાવા ધોવડાવા સહિતની તમામ સેવાઓ સેવા યજ્ઞ સમિતિ કરી રહ્યું છે.
પથારી વસ લોકો એકલ પણુનો અનુભવ ન કરે અને તરે તેમના સંતાનો યાદ ન આવે અને પથારી વશ લોકો અનાથ છે તેઓ અનુભવ ન કરે તે માટે તમામ પથારીવસ લોકો સાથે તમામ તહેવારો મનાવે છે હાલમાં દિવાળીનો ઉત્સવ ચાલી રહ્યો છે અને સેવા યજ્ઞ સમિતિ દ્વારા મોટા પ્રમાણમાં ફટાકડા ખરીદવામાં આવ્યા છે અને એવા ફટાકડા કે પથારી વશ લોકો પથારીમાં જ દિવાળી મનાવી શકે અને મોટા અવાજ થાય તેવા ફટાકડા પણ રાખવામાં આવતા નથી અને એટલા માટે જ સેવા યજ્ઞ સમિતિનું પથારી વશ લોકોને માત્ર સાચવવા નહીં પરંતુ તેમને તમામ સુવિધા અને તેમની સુરક્ષા થાય તેવા કાર્ય કરી રહ્યું છે દિવાળી પૂર્વ એ સેવાયજ્ઞ સમિતિની ટીમને શુભકામનાઓ અને હંમેશા આવા સેવા કાર્ય કરતા રહે અને માનવ જીવની ચિંતા કરતા રહે.ખરેખર આ કાર્યને તંત્રએ પણ બિરદાવું અને શક્ય બને તો સેવા યજ્ઞ સમિતિ પથારીવસ લોકો માટે અધ્યતન સુવિધા વાળું એક અનાથ આશ્રમ માટે સરકાર તરફથી જમીનનો ટુકડો પણ મળે તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યું છે.
સોહેલ મન્સુરી, ભરૂચ
9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.