ભચાઉ તાલુકાના લુણવા ગામની જમીન કોઈને પણ મંજુર ના કરવા તેમજ ખોદકામની મંજૂરી ના આપવા બાબતે સમસ્ત ગ્રામજનો દ્વારા ભુજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યો.
*ભચાઉ તાલુકાના લુણવા ગામે ગૌચરની જમીન .સર્વે નં.૫૦૦, ૪૪૬ તથા ૪૯૬ ની પુર્વ ઉતર તરફની ડુંગરની નીચેની જમીન તેમજ સર્વે નં.૫૦૦ ની ઉતર તથા દક્ષિણ તરફની જમીનો વર્ષોથી ગામની ગાયો તેમજ પશુધનની ચારણીયા-ચરીયાણ તરીકે ગૌચર તરીકે ઉપયોગ થતી હોઈ આ જમીન કોઈને પણ મંજુર ન કરવા તેમજ આ જમીન પર કોઈ જ ખોદકામની મંજુરી ન આપવા તેમજ આ તમામ જમીનો પશુધન માટે અને ગૌચર માટે નીમ કરવામાં આવે તે બાબતે કચ્છ જિલ્લા કલેકટર ને ગ્રામજનો એ આવેદનપત્ર આપ્યું*
લુણવા, તા.ભચાઉ-કચ્છના રે.સર્વે નં.૫૦૦, ૪૪૬ તથા ૪૯૬ ની પુર્વ ઉતર તરફની ડુંગરની નીચેની જમીન તેમજ સર્વે નં.૫૦૦ ની ઉતર તથા દક્ષિણ તરફની જમીનો વર્ષોથી ગામની ગાયો તેમજ પશુધનની ચારણીયા-ચરીયાણ તરીકે ગૌચર તરીકે ઉપયોગ થતી હોઈ આ જમીન કોઈને પણ મંજુર ન કરવા તેમજ આ જમીન પર કોઈ જ ખોદકામની મંજુરી ન આપવા તેમજ આ તમામ જમીનો પશુધન માટે અને ગૌચર માટે નીમ કરવા અંગે.
ઉપરોકત બાબતે અમો ગ્રામ્યજનોની માનસર નમ્ર અરજ કે,
(૧) અમો ભારતીય નાગરીક છીએ અને ભારતીય બંધારણીય હકકો ધરાવીએ છીએ.
(૨) મોજે ગામ લુણવા, તા.ભચાઉના જુના સર્વે નં.૨૫, ૪૨, ૧૦ તથા ૭૬ જેના નવા રે.સર્વે નં.૪૮૩/ વાળી જમીન એકર ૯૮-૩૭ ગુંઠા મે.શ્રી નાયબ કલેકટર સાહેબ અંજારના હુકમ નં.૧ લાન-૨-૭૧, તા.૧૬/૯/૭૧ વાળા થી ગૌચર નીમ કરવામાં આવેલ છે અને તે રીતે આ જમીન ગૌચર તરીકે વેસ્ટ થયેલી જમીન છે.
(૩) સને ૧૯૭૧ બાદ ગામના પશુધનમાં સતત વધારો થતો આવેલ છે અને હાલે અંદાજીત ઢોરોની સંખ્યા નીચે મુજબ છે.
ગાયો સંખ્યા 340.ભેંસો સંખ્યા 300
ઘેટા બકાર સંખ્યા -
તેમજ અન્ય પશુ સંખ્યા :- ૩૫૦
આમ હાલે ઢોરોની સંખ્યા અંદાજીત 3000 જેટલી આવેલ છે જે સામે પશુધનના ચરીયાણ માટેની જમીન ઓછી ઉપલબ્ધ છે. હાલે મોજે લુણવાના રે.સર્વે નં.૫૦૦, ૪૪૬ તથા ૪૯૬ ની પુર્વ ઉતર તરફની ડુંગરની નીચેની જમીન એકર આશરે ૨૫૦ તેમજ સર્વે નં.૫૦૦ ની ઉતર તથા દક્ષિણ તરફ મળીને કુલ્લ જમીન એકર ૧૫૦ આમ કુલ્લ જમીન
એકર ૪૦૦ માં વર્ષોથી ગામની ગાયો તેમજ પશુધન ચરીયાણ કરે છે અને આ જમીનનો ઉપયોગ વર્ષોથી ગૌયર તરીકે થતો આવેલ છે. આ જમીનમાં જુદી-જુદી ત્રણેક તળાવ અને તળાવળીઓ આવેલ છે જેમાં આ પશુધન પાણી પીવે છે અને તે રીતે આ જમીન ફળદ્રુપ અને ઘાસને લાયક જમીન છે અને ઘાસ ઉગે છે. હાલે પશુધનની સંખ્યા જોતા અમોને અમારા પશુધન માટે અંદાજીત ૫૫૦ એકર જમીન નીમ થવી જરૂરી છે જેથી સદરહુ જમીનો અમારા ગામના ગૌચર માટે અને પશુધન માટે ગૌચર તરીકે નીમ કરવા હુકમ કરવા નમ્ર અરજ છે.
(૪) સદરહુ જમીનો કોઈ પણ સંસ્થાને કે કંપનીને કે વ્યકિતને કે મંડળીને કોઈ પણ હેતુ માટે મંજુર ન કરવા કે આ જમીનમાં ઉત્ખનન કે ખનન કરવા સરકારી કે અર્ધસરકારી કચેરીને કે કોઈને પણ આ માટે મંજુરી ન આપવા નમ્ર અરજ છે. આમ છતાં સદરહુ જમીનો કોઈને પણ કોઈ રીતે મંજુર કરવામાં આવશે તો અમારા ગામના પશુધનને ચારીયાણ માટે કોઈ જ જમીન રહેશે નહીં અને જેના કારણે પશુઓના ચારીયાણનો મોટો પ્રશ્ન ઉપસ્થીત થશે અને જેના કારણે ભુખમરાથી પશુધનને જાન-હાની પણ થશે જેથી આવી પરીસ્થીતીનું નિર્માણ ન થાય તેની ગંભીરતા પુર્વક નોંધ લેવા તેવી લુણવા ગ્રામજનો ની નમ્ર અરજ છે. લુણવા સરપંચ પુર્વ સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
નકલ જાણ થવા રવાના:-
(૧) મુખ્યમંત્રીશ્રી, મા. ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત રાજય, ઠે. નવા સચીવાલય, બ્લોક નં.૨, ગાંધીનગર.
(૨) સંસદ સભ્યશ્રી, મા. વિનોદભાઈ ચાવડા સાહેબ, કચ્છ સંસદીય મત વિસ્તાર
(3) કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી, માન. જનકસિંહ જાડેજા સાહેબ, કચ્છ જીલ્લા પંચાયત, ભુજ કચ્છ.
(४) કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી, માન. દેવજીભાઈ વરચંદ સાહેબ, કચ્છ જીલ્લો, ભુજ.
(૫) મે.શ્રી.માલતીબેન મહેશ્વરી, એમ.એલ.એ. ભચાઉ મતવિસ્તાર,
(5) મે.શ્રી નાયબ કલેકટર સાહેબ, ઠે. નાયબ કલેકટર સાહેબની કચેરી, ભચાઉ-કચ્છ.
(૭) મે.શ્રી મામલતદાર મામલદતદાર સાહેબની કચેરી, ભચાઉ-કચ્છ.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.