જેસાવાડા પોલીસ મથકે ફરજ બજાવતા એ.એસ.આઇ સિરાજ શેખને ઉત્કૃષ્ટ કામગીરી બદલ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી અસારીના હસ્તે પ્રશંસા પત્ર આપી સન્માનિત કરાયા.
જેસાવાડા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ સિરાજ અબ્દુલા શેખ ને ફરજ દરમ્યાન ચાલુ વર્ષે ગુજરાતમાં સૌપ્રથમ NAFIS સોફટવેર મેસા અને સ્લીપ કેપ્ચર એપ્લીકેશનનો ઉપયોગ કરી દાહોદ જિલ્લાના મિલકત/શરીર સબંધી ગુનાઓમા પકડાયેલ ૦૨ આરોપીઓને ફિંગરપ્રિંટ ઓનલાઇન નેશનલ ડેટાબેઝમાં એન્ટ્રી કરાવી અરવલ્લી, આણંદ જિલ્લા, વડોદરા શહેરના ઘરફોડ ચોરીના ગુનાના કામે મળેલ ચાન્ય પ્રિન્ટ સાથે મેચ થતા ૦૩ ઘરફોડ ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી રુપિયા ૧,૬૪,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરેલ આધુનિક તકનિકના ઉપયોગથી ગુના શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે જેમા એ.એસ.આઇ સિરાજનું યોગદાન ખૂબજ મહત્વનું અને પ્રશંસનીય છે.જે કામગીરી બદલ DGP દ્વારા પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે
અને ભવિષ્યમા પણ આ પ્રકારે જુસ્સો ટકાવી સતત મહેનત અને ધગશથી પ્રશંસનીય કામગીરી કરતા રહે તેવી શુભેચ્છા સહ સરાહના રૂપે પ્રશંસાપત્ર પાઠવી હતી તથા પંચમહાલ ગોધરા રેન્જ ના મહાનિરિક્ષક આર.વી અસારી ના હસ્તે પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.