મહીસાગર મા ભવાની ના.ધામ થી યુવા ક્ષત્રિય એકતા મંચ નો ચારેકોર જયઘોસ.
હવે ક્ષત્રિયો આરંભે શૂરા ને બદલે ક્ષત્રિયો આરંભે ભેગા અને કોઈ હળી કરે તો શૂરા
ના સૂત્ર સાથે ક્ષત્રિય સમાજના વિકાસ , શિક્ષણ, પરિવર્તન , વ્યસન મુક્ત સમાજ , સંગઠિત સમાજનું રણશિંગુ ફૂંક્યું..
હવે પછીના સમયમાં ક્ષત્રિય સમાજના યુવાનો , વડીલો કે કર્મચારીઓને કોઈ રાજકીય પક્ષ દ્વારા કે ગણ્યા ગાંઠ્યા ગ્રુપો દ્વારા એને અન્યાય કરવામાં આવે છે અથવા સમાજની બેન - દીકરીની છેડતી કરનારને જરા પણ સાંખી લેવામાં આવશે નહિ.
જ્યારે જ્યારે ક્ષત્રિય સમાજને દબાવવાનો પ્રયત્ન થશે , ત્યારે ત્યારે ક્ષત્રિય એકતા મંચ એની પડખે ઊભો થશે
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં કેડી મંદિર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા એકતા મંચની રચના કરવામાં આવી હતી અને સમાજમાં ચાલતા દુષણો અને કુરિવાજો વ્યસન મુક્તિ અને શિક્ષણ એ જ કલ્યાણ એવા વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સમાજને કઈ રીતે આગળ લઈ જઈ શકાય તેવા વિષયો ઉપર ચર્ચાઓ કરી હતી અને સમાજના વડીલો આગેવાનો અને યુવાનો દ્વારા આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા એ યાદ રહે કે આ યુવા ક્ષત્રિય એકતા મંચ એ બિન રાજકીય સંગઠન છે
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.