શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પાંચમા યુવક મહોત્સવમાં મુનપુર કૉલેજ ઝળકી
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ-ગોધરાનો પાંચમો 'યુવક મહોત્સવ સ્પંદન-2024" તારીખ 17,18 અને 19 ઓક્ટોબરના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે જુદા જુદા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે સંપન્ન થયો. આ યુવક મહોત્સવમાં વિવિધ શ્રેણીની કુલ 28 જેટલી સ્પર્ધાઓમાં વિવિધ કૉલેજોના 1500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સતત ત્રણ દિવસ સુધી યુવાધનના નાદથી યુનિવર્સિટી કેમ્પસ ગૂંજતું રહ્યું. તમામ કૉલેજોના સ્પર્ધકોએ ખૂબ આનંદ, ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે આ મહોત્સવને ઉજવ્યો. આ પ્રસંગે યુનિવર્સિટી વિસ્તારના યુવાનોની શિસ્તબદ્ધતાની વિશેષ નોંધ પણ લેવામાં આવી. યુનિવર્સિટીએ પણ માનનીય કુલપતિશ્રી પ્રોફે. પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન નીચે ઉજવણીનું ભવ્ય આયોજન કર્યું હતું. આ યુવક મહોત્સવમાં અત્રેની શ્રીમતી સી.આર.ગાર્ડી આર્ટ્સ કૉલેજ,મુનપુરે ડૉ.સુશીલા વ્યાસના માર્ગદર્શનમાં જુદી જુદી 11 ઇવેન્ટ્સમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે અંતર્ગત નીચેની પાંચ
સ્પર્ધાઓમાં વિજેતા બની કૉલેજને ગૌરવ અપાવ્યું છે :
(1) કોલાજ - પ્રથમ નંબર વિક્રમ એમ. ખાંટ (2) ઈન્સ્ટોલેશન - પ્રથમ નંબર ડામોર નીરુબેન પી માછી સુનિલ ઘાંચી રીયાઝ, માલીવાડ ચિરાગ
(3) માઈમ - પ્રથમ નંબર - ચિરાગ માલીવાડ, પંચાલ અનુજ, સુભાષ પગી, સુનિલ માછી, રિયાન ઘાંચી, રિયાઝ ઘાંચી (4) સ્કીટ તૃતીય નંબર
પટેલ પુષ્પા, સેવક સ્વીટુ, હેતલ માછી, સુનિલ માછી, રિયાન ઘાંચી, રિયાઝ ઘાંચી
(૫) ડૉક્યુમેન્ટરી ફિલ્મ - દ્વિતીય નંબર
ડામોર સર્જિત બી.
આ પ્રસંગે કૉલેજ સંચાલક મંડળ અને આચાર્યશ્રી ડૉ.એમ. કે. મહેતાએ વિજેતા થયેલ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને અને આ વિદ્યાર્થીઓની સફળતા માટે જેમણે અથાગ મહેનત કરી માર્ગદર્શન પૂરું પાડયું છે તેવા કોલેજના પ્રોફેસર સુશીલા વ્યાસ અને સહકાર આપનાર અધ્યાપકશ્રીઓ ડૉ. પરેશ પારેખ, ડૉ.પરેશ ચૌધરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર- સર્જિત ડામોર
કડાણા
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.