બાલાસિનોર તાલુકામાં પ્રાથમિક શિક્ષકો શિક્ષકને શોભે તેવા વસ્ત્રો અને રહેણી કરણીમાં ના રહેતા અનેક ચર્ચાઓ જાગી - At This Time

બાલાસિનોર તાલુકામાં પ્રાથમિક શિક્ષકો શિક્ષકને શોભે તેવા વસ્ત્રો અને રહેણી કરણીમાં ના રહેતા અનેક ચર્ચાઓ જાગી


બાલાસિનોર તાલુકામાં પ્રાથમિક શિક્ષકો શિક્ષકને શોભે તેવા વસ્ત્રો અને રહેણી કરણીમાં ના રહેતા અનેક ચર્ચાઓ જાગી

અમુક શિક્ષકો લાંબા વાળ અને લાંબી દાઢી રાખતા નાના વિધાર્થીઓમાં શિક્ષકની બાવા જેવી છાપ

બાલાસિનોર

બાલાસિનોર તાલુકમાં આવેલી ૧૩૨ પ્રાથમિક શાળામાં ૬૦૦ ઉપરાંત શિક્ષક અને શિક્ષિકાઓ ફરજ બજાવે છે ત્યારે અમુક શિક્ષકોની રહેણી કરણી શિક્ષકો જેવી ના હોવાથી અનેક વાલીઓમાં પોતાના બાળકોમાં અભ્યાસ અને પ્રાથમિક ચિંતન પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકમાં કુલ ૧૩૨ જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે આ શાળાઓમાં ૧૪૯૬૬ જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે પ્રાથમિક શાળાઓમાં ૬૬૭ શિક્ષકો છે જેમાં અમુક શિક્ષકો શિક્ષકની છબીને વિધાર્થીઓના મગજમાં ખરાબ છબી ઉભી કરવા માગતા હોય તેમ લાંબા વાળ અને લાંબી દાઢી રાખી તેમજ ટૂંકા અને શિક્ષકને ના શોભે તેવા વસ્ત્રો પહેરી રોમિયો ટાઈપ બની શાળાના નાના ભુલકાઓને ભણાવવા જતા હોય છે ત્યારે આવા શિક્ષકો વિધાર્થીના મગજમાં બાવા જેવી છાપ ઉભી કરી છે ત્યારે મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારી દ્વારા બાવા જેવા દેખાતા શિક્ષકો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી એક જાગૃત વાલીએ માંગ કરી છે ત્યારે આવા શિક્ષકો આખી શિક્ષક છબીને વિધાર્થીઓ અને વાલીઓમાં ખરાબ કરી રહ્યા છે.

પટેલ ભૌમિક બાલાસિનોર મહિસાગર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.