મેંદરડા નજીક બોડી ગામે ૭૭ વર્ષથી પરંપરાગત પ્રાચીન ગરબા નું ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવ નું આયોજન ગ્રામ જનો દ્વારા કરવામાં આવેલ
મેંદરડા:બોડી ગામે ૭૭ વર્ષથી પરંપરાગત પ્રાચીન ગરબા નું ભવ્યાતિભવ્ય આયોજન
સમસ્ત ગ્રામજનો દ્વારા નવરાત્રિ મહોત્સવ, મહા આરતી મહારાસ વગેરે વિવિધ આયોજન
મેંદરડા પાસે આવેલ બોડી ગામ ખાતે સમસ્ત ગ્રામજનો ના સાથ સહકાર થી છેલ્લા ૭૭ વર્ષથી નવરાત્રી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે આ ગરબીની સ્થાપના ૭૭ વર્ષ પહેલા બોડી ગામના બ્રાહ્મણ પરિવારના મનસુખભાઈ ત્રિવેદીએ સ્થાપના કરેલ હતી જેણે આપણી પ્રાચીન લોક સંસ્કૃતિને ઉજાગર કરતી ગરબી ની શુભ શરૂઆત કરેલ હતી
જેમાં ભાઈઓ બહેનો નાની મોટી બાળાઓ વડીલો સહિતના ગ્રામજનો દ્વારા આપણી પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા પહેરવેશમાં ગરબા રજૂ કરી રાસ ની રમઝટ બોલાવી રહ્યા છે
આ નવરાત્રી મહોત્સવ દરમિયાન વિવિધ પ્રકારના રાસ ગરબા થી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે સમસ્ત ગ્રામજનો રાસ ગરબાની રમઝટ બોલાવી ધન્યતા અનુભવી રહ્યા છે
નવરાત્રી મહોત્સવ દરમ્યાન આઠમના દિવસે એટલે કે અષ્ટમીના દિવસે મહારાસ અને મહા આરતી સમસ્ત ગ્રામજનો સાથે ઉજવણી કરવામાં આવે છે ગરબીના પ્રમુખ, શક્તિ યુવક મંડળ અને સેવક મહેશ ગીરી બાપુ અપારનાથી અને ગ્રામજનોના સહિયારા સાથ સહકારથી આ પ્રાચીન ગરબી એ ૭૭ વર્ષમાં મંગલ પ્રવેશ કરી સફળતા પ્રાપ્ત કરેલ છે
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.