સૂત્રાપાડા આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્ર, વન વિભાગ અને પોલીસ સ્ટેશન ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાઈ
સૂત્રાપાડા આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્ર, વન વિભાગ અને પોલીસ સ્ટેશન ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાઈ
--------------
ગીર સોમનાથ તા.10: વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણી અંતર્ગત સુત્રાપાડા આઈ.ટી.આઈ., સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન અને વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞાના લેવામાં આવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી આજસુધીના વણથંભ્યા વિકાસના આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત સુત્રાપાડા તાલુકાની ગોરખમઢી આઈ.ટી.આઈ. ખાતે, સુત્રાપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, વન વિભાગની ઓફીસ ખાતે તેમજ સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈને વિકસિત ભારત બનાવવામાં પોતાનું યોગદાન આપવા નિશ્ચય કર્યો હતો.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.