મેંદરડા તાલુકાના ખેડૂતો દ્વારા ઇકો સેન્સિટીવ ઝોનના કાળા કાયદાનો ઉગ્ર વિરોધ કરી ચાર કિ.મી ચાલી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું - At This Time

મેંદરડા તાલુકાના ખેડૂતો દ્વારા ઇકો સેન્સિટીવ ઝોનના કાળા કાયદાનો ઉગ્ર વિરોધ કરી ચાર કિ.મી ચાલી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું


મેંદરડા તાલુકાના ખેડૂતો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન ના વિરોધમાં રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપ્યું

આંબેડકર પાદરચોક ખાતે બહોળી સંખ્યામાં ૨૧ જેટલા ગામના ખેડૂતો એ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા

રાજ્યમાં સિંહોના ગીર જંગલ બોર્ડર વિસ્તારમાં સરકાર દ્વારા ઈકો સેન્સિટિવ ઝોન નોટિફિકેશન ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો સહિતનાઓમાં રાજ્ય સરકાર સામે વિરોધ વંટોળ ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્દભવ્યો છે ત્યારે આજે મેંદરડા તાલુકા સહિત ગામના લોકો દ્વારા સરકાર શ્રી સામે રણસીગુ ફૂકવામાં આવ્યું છે જેમાં નગરના આંબેડકર ચોક ખાતે આશરે 500 જેટલા ખેડૂતો અને આગેવાનો એકઠા થયેલ હતા

જેમાં આગેવાનો દ્વારા સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે ખેડૂતો સહિતનાઓને કેવા પ્રકારની તકલીફો પડશે અને વન વિભાગ સહિતની કચેરીઓમાં વિવિધ મંજૂરીઓ લેવા માટે લોકોને જે મુસીબતનો સામનો કરવો પડશે સહિત વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા જેનો સખત વિરોધ કરી આ કાળા કાયદાને હટાવવા ગાંધીનગર સુધી કુચ કરવી પડે તો પણ તૈયારી બતાવવામાં આવેલ હતી

જાહેર સંબોધન બાદ મેંદરડા નગરના રાજમાર્ગો પર ખેડૂતો આગેવાનો સહિતનાઓ દ્વારા રેલી સ્વરૂપે વિરોધ નોંધાવી મામલતદાર કિશન ચાંદલીયા ને આવેદનપત્ર પાઠવી મૌખિક રજૂઆત પણ કરવામાં આવેલ અને આ ઈકો ઝોન ના કાળા કાયદાને હટાવવા માટે રજૂઆત કરેલ હતી

આ ઇકોઝોનના વિરોધમાં ગીર જંગલ બોર્ડર વિસ્તારમાં આવતા ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો ધારાસભ્યો સહિતનાઓ પણ ખેડૂતો સાથે વિરોધ નોંધાવ્યો છે ત્યારે ખેડૂતોમાં મેંદરડા શહેરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પદાધિકારીઓ આગેવાનો સામે વિરોધ જોવા મળ્યો હતો ? મેંદરડા ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યકર કે આગેવાન ખેડૂતો સાથે ઊભા રહ્યા ન હતા જેના લીધે ખેડૂતો સહિતનાઓ માં ઉગ્ર રોસ જોવા મળ્યો હતો

આ ઇકોઝોનના વિરોધમાં માત્ર એક જ આગેવાન જિલ્લા પંચાયત સાસણ સીટના સભ્ય જોલીત બુસા ખેડૂતો સહિત નાઓ સાથે જોડાઈ સરકાર શ્રી સામે આ કાળા કાયદાનો વિરોધ કરી ખેડૂતોના હિતમાં આગળ આવેલ હતા

જ્યારે મેંદરડા તાલુકાના માલણકા ગામના અમુક વિસ્તારમાં ભાજપના કદાવર. નેતાઓ ના ફાર્મ હાઉસ રેસ્ટોરન્ટ હોટલ જમીન આવતી હોવાથી ઇકોઝોનના કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવેલ નથી જેનો ઉગ્રરોસ અને વિરોધ ખેડૂતો સહિતાઓમાં જોવા મળ્યો હતો

રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.