સુત્રાપાડા માં ર્ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ માં સર્વરોગ નિદાન કેમ્પ નો શુભારંભ કરાવતા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ,
સુત્રાપાડા માં ર્ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ માં સર્વરોગ નિદાન કેમ્પ નો શુભારંભ કરાવતા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, આજ રોજ ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા. માં વેરાવળ ની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પીટલ ના નામાંકિત ડૉક્ટરો દ્રારા ર્ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડા માં વિના મુલ્યે ફ્રી નિદાન કેમ્પ નું આયોજન ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ના સહયોગ થી કરવામાં આવ્યુ, જેનો શુભારંભ ગુજરાત સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી અને ર્ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ ના આદ્ય સ્થાપક જશાભાઈ બારડ ના હસ્તે કરવા માં આવીયો, આ કેમ્પ માં વેરાવળ ની વિમ્સ હોસ્પીટલ ના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્રારા દર્દીઓં ના નિદાન કરી સારવાર કરવા માં આવી,આ કેમ્પ માં કાર્ડિયોલોજિસ્ટ ર્ડો. વંદના માળી, હૃદય રોગ ના નિષ્ણાંત તેમજ ર્ડો જયદીપ પેથાણી, ફિઝિશિયન, સ્ત્રીરોગ નિષ્ણાંત ર્ડો હેતલ ગોહેલ, હાડકા ના નિષ્ણાંત ર્ડો. જયપાલસિંહ પરમાર, બાળકો ના રોગ ના નિષ્ણાંત ર્ડો. કૃણાલસિંહ ગોહેલ, જનરલ સર્જન ર્ડો યોગેશ બારીયા,ચામડી ના નિષ્ણાંત ર્ડો. ધારા ઝણકાટ, નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓં નું નિદાન કરી વિના મુલ્યે સારવાર કરવા માં આવી જરૂરિયાતવાળા દર્દીઓં ના ઈ. સી. જી. અને અન્ય રિપોર્ટ વિના મુલ્યે કરવામાં આવીયા હતા, આ કેમ્પ માં ઉદ્ઘાટક જશાભાઈ બારડ ની સાથે ગીર સોમનાથ જિલ્લા ભાજપા મહામંત્રી દિલીપભાઈ બારડ, ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ના ચેરમેન અજયભાઇ બારડ, જેસીંગભાઇ બારડ, નગર પાલિકા સુત્રાપાડા ના પ્રમુખ મનુભાઈ બારડ, કૈલાશભાઈ બારડ,લખમણભાઇ બારડ, નિલેશભાઈ બારડ, કરસનભાઈ બારડ, શાળા ના આચાર્ય જોશીભાઈ પાઠકભાઈ તેમજ પિયુષભાઈ કાછેલા અને આગેવાનો હાજર રહ્યા હતા, આ કેમ્પ માં કાર્ડિયોલોજીસ માં 50 દર્દીઓં, જનરલ રોગ ના 100 દર્દીઓં હાડકા ના 120 દર્દો સ્ત્રી રોગ ના 45 અને ચામડી ના રોગ ના 75 દર્દીઓં સાથે કુલ 390 દર્દોઓં એ આ કેમ્પ નો લાભ લીધો હ્તો, સુત્રાપાડા ના વતની અને ગુજરાત સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ના પરિવાર દ્રારા આવા મેડિકલ કેમ્પો તેમજ બ્લડ ડોનેશન કેમ્પ, આખો ના કેમ્પો અવારનવાર કરવા માં આવે છે જેથી આ વિસ્તાર ના જરૂરિયાત મંદ લોકો આ કેમ્પ નો લાભ લેય છે
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી.9825695960
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.