(પૂ્ .પ પુરાણી સ્વામી અને ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાની ઉપસ્થિતિમાં ) ” માં ગઢભવાની દભૉવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવની ભવ્ય શરૂઆત - At This Time

(પૂ્ .પ પુરાણી સ્વામી અને ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાની ઉપસ્થિતિમાં ) ” માં ગઢભવાની દભૉવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવની ભવ્ય શરૂઆત


રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ

હાલમાં જયારે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા ડભોઇના એ.પી.એમ.સી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના પ્રમુખ સ્થાને ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ નવરાત્રીના પ્રથમ દિવસે પ.પૂ પુરાણી સ્વામીના હસ્તે અને ડભોઇ - દભૉવતિના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા (સોટ્ટા)ની ઉપસ્થિતિમાં આ ગરબા ખુલ્લા મુકવામાં આવ્યા હતા અને પુરાણી સ્વામી એ આ ગરબાને, આયોજકોને અને નગરજનોને આર્શિવચન આપ્યા હતા. જેમાં આજરોજ સુંદર ગાયક કલાકારો દ્વારા ગરબાની રમઝટ જામી હતી.
ડભોઇ - દભૉવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એ જણાવ્યું હતું કે,ગરબા ગ્રાઉન્ડમાં તિલક કર્યું હશે તેવા ખેલૈયાઓને અને પ્રેક્ષકોને જ પ્રવેશ મળશે.આપણે આપણી સંસ્કૃતિ પરંપરા જાળવી રાખવી જોઈએ.તેમજ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હશે તેવા ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં ગરબા ખેલવા મળશે.
આ ગરબા મહોત્સવના શુભારંભે નગરના ભાજપા પક્ષના વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પંચાયતના ચૂંટાયેલા પહઅને નગરના પ્રતિષ્ઠિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.