રાજકોટ કુવાડવા રોડ પર પતરાના બેરલોની આડમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB. - At This Time

રાજકોટ કુવાડવા રોડ પર પતરાના બેરલોની આડમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB.


રાજકોટ કુવાડવા રોડ પર પતરાના બેરલોની આડમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૨/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય PCB PI એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ સ્ટાફના કરણભાઇ પ્રવિણભાઇ, વિજયભાઇ ઉકાભાઇ, યુવરાજસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે કુવાડવા રોડ ડી.માર્ટ મોલ સામે રોડ ઉપરથી પતરાના બેરલોની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) રાજેશચંન્દ્ર અંબાલાલ સાલવી ઉ.૩૦ રહે-ધનકપુરા જી.રાજસમદ (રાજસ્થાન) (૨) ભવરલાલ જગદીશલાલ લોહાર ઉ.૩૧ રહે-મોડકા નિમ્બાહેડા તહેસીલ જી.ભીલવાડા (રાજસ્થાન), નાના-મોટા પતરાના બેરલ નંગ-૩૩ તથા ચોરસ કબાટ નંગ-૧૬ કિ.રૂા.૨૬,૯૦૪ મહીન્દ્રા પીક અપ વાહન નં.RJ-30-JB-0873 કિ.રૂા.૫,૦૦,૦૦૦ તથા ઈંગ્લીશ દારૂના ચપલા સાથે પકડી પાડેલ હોય.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.