રાજકોટ-અમદાવાદ હાઈ-વે ક્રિષ્ના વોટર પાર્ક સામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. - At This Time

રાજકોટ-અમદાવાદ હાઈ-વે ક્રિષ્ના વોટર પાર્ક સામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.


રાજકોટ શહેર તા.૨/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય, DCB PI એમ.આર.ગોંડલીયાનાઓ સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન એ.એસ.ગરચર તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. અનીલભાઈ સોનારા, હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણાને મળેલ સંયુકત બાતમી આધારે અમદાવાદ-રાજકોટ હાઈ-વે પટેલ વિહાર હોટેલ સામે મારૂતી સુઝુકી અલ્ટો કારમાથી અલગ-અલગ બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. નરેશ ઓમપ્રકાશ બીશ્નોઈ ઉ.૨૧ રહે.કબુલી જી-બારમેર રાજસ્થાન, ઈંગ્લીશ દારૂ તથા સફેદ કલરની હ્યુન્દઈ ક્રેટા કાર નં.GJ-09-BM-2346 ની કી.રૂ.૭,૦૦,૦૦૦ કુલ કિ.૮,૬૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ. પ્રોહિ કલમ.૬૫ઈ, ૧૧૬બી,૯૮(૨) મુજબનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.