ભાવનગર રેલ્વે મંડળ પર "સ્વચ્છતા પખવાડા" અંતર્ગત મંડળ કચેરી અને સ્ટેશનો પર સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા - At This Time

ભાવનગર રેલ્વે મંડળ પર “સ્વચ્છતા પખવાડા” અંતર્ગત મંડળ કચેરી અને સ્ટેશનો પર સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા


ભાવનગર રેલ્વે મંડળ પર "સ્વચ્છતા પખવાડા" અંતર્ગત મંડળ કચેરી અને સ્ટેશનો પર સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યાપશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં 1 ઓક્ટોબર, 2024 થી 15 ઓક્ટોબર, 2024 દરમિયાન “સ્વચ્છતા પખવાડા” મનાવવામાં આવી રહી છે. ઓક્ટોબર 02, 2024 (બુધવાર) "સ્વચ્છ ભારત દિવસ" તરીકે ઉજવવામાં આવશે. 01.10.2024 (મંગળવાર) ના રોજ, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર દ્વારા મંડળ કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ડીઆરએમ શ્રી રવીશ કુમારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દર વર્ષે 100 કલાક શ્રમદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે સ્ટેશન પરના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવાની કામગીરી હાથ ધરી હતી. સ્ટેશનો પર એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા સ્વચ્છતાને લગતી જાહેરાતો સતત કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય.
ભાવનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતાને લગતા વિવિધ સુત્રો સાથે સ્વચ્છતા જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.