બોટાદ માં નવલા નોરતા માતાજી ના ગરબા બનાવવા ની ચાલતી તડામાર તૈયારીઓ - At This Time

બોટાદ માં નવલા નોરતા માતાજી ના ગરબા બનાવવા ની ચાલતી તડામાર તૈયારીઓ


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ દ્વારા)
નવલા નોરતા (નવરાત્રી ) આડા ગણતરી ના દિવસો બાકી છે ત્યારે બોટાદ પંથક માં માતાજી ના ગરબા બનાવવા ની તૈયારી ને કારીગરો દ્વારા આખરી ઓપ આપી રહ્યા છે આ વર્ષે માતાજી ના ગરબા અવનવી ડિઝાઈન સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે હાલ માતાજી ના ગરબા બનાવી કલર, ડિજાઈન વર્ક, ટીકી, સ્ટોન લગાડી ને કારીગરો પૂરા ભક્તિમન થી તૈયાર કરી રહ્યા છે આ વર્ષે માતાજી ના ગરબા ની વધુ માંગ હોવાનું જણાવી રહ્યા છે અને ગરબાની માંગ ને પહોંચી વળવા માટે કારીગરો કામે લાગી ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.