બરવાળા કે પી એફ ગર્લ્સ હાઇસ્કુલમાં વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ યોજાયો - At This Time

બરવાળા કે પી એફ ગર્લ્સ હાઇસ્કુલમાં વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ યોજાયો


સ્કૂલની બાળાઓને ચમત્કારથી ચેતો ના શીર્ષક સાથે અંધશ્રદ્ધાઓથી દૂર રહેવા અનેક પ્રયોગો બતાવી કાર્યકારણ વચ્ચેના સંબંધો વિશે જાણકારી આપી હતી ગુજરાત ભરમાં અંધશ્રદ્ધા ઉનમોલન કાર્યક્રમ અંતર્ગત લોકજાગૃતિના કાર્યક્રમો આપી વિજ્ઞાન જાથાના માધ્યમથી લોકોને ચમત્કારોથી દૂર રહેવા માટે જાગૃત કરતા જયંત પંડ્યા આજે બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાની કેજીએફ પ્રાથમિક શાળામાં આવી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ને વિવિધ ચમત્કારિક પ્રયોગોના વૈજ્ઞાનિક ખુલાસા આપ્યા હતા. વિજ્ઞાનમાં કાર્ય અને કારણ નો સંબંધ છે દરેક કાર્ય કારણ વગર થતું નથી ત્યારે આવા ચમત્કારો હાથની સફાઈ માત્ર હોય છે તેવું પુરવાર કરી જયંત પંડ્યા એ વિદ્યાર્થીનીઓને અંધશ્રદ્ધાથી દૂર રહેવા સેમિનાર યોજાયો હતો.તેમ વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ જણાવ્યું હતું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.