વિષય= થાનગઢમાં ભૂકંપથી જર્જરિત નગરપાલિકા સંચાલિત કન્યાશાળાનુ ઉદ્ઘાટન - At This Time

વિષય= થાનગઢમાં ભૂકંપથી જર્જરિત નગરપાલિકા સંચાલિત કન્યાશાળાનુ ઉદ્ઘાટન


*પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ રાજકોટના સાંસદ સભ્ય પુરષોત્તમ રૂપાલા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા જીલ્લા કલેકટર સહિત લાયન્સ ક્લબના હોદેદારો રહ્યા ઉપસ્તિથ*

*પદ્મશ્રી શાહબુદ્દીન‌ રાઠોડની આ જન્મભૂમિ અને કર્મભૂમિ તથા આ શાળાના પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા હતા*
*લાયન્સ ક્લબનું કન્યા કેળવણી ક્ષેત્રે વિરાટ સેવા કાર્ય થાનગઢમાં ભૂકંપથી જર્જરિત નગરપાલિકા સંચાલિત કન્યાશાળાનુ ઉદ્ઘાટન*

થાનગઢ: સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢમાં સમાજ સેવાની કાર્યમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં લાયન્સ કલબ અગ્રસ્થાને રહી સારું એવું યોગદાન પ્રદાન કરે છે. થાનગઢમાં કન્યાઓ માટે અલગ શાળાની સુવિધા ઉપલબ્ધ નહોતી. તેને ધ્યાનમાં લઈ લાયન્સ કલબ તરફથી ૧૩,૦૦૦ ચો.વારનો પ્લોટ ઉપર ૧૦ કલાસરૂમ સહિતની સુવિધાયુકત ઈમારતનું સને ૧૯૯૨માં બાંધકામ કરી તેની જાળવણી અને શિક્ષણ માટે થાનગઢ નગરપાલીકાને સોંપાઈ હતી. મિલેનિયમ વર્ષ ૨૦૦૧માં ભુકંપથી શાળાની ઇમારતને નુકસાન થયું હતું અને આ ઇમારતને ભય વ્યસ્ત જાહેર કરાઈ હતી. જર્જરીત થઈ ગયેલી કન્યાશાળાનું પુન: નિર્માણ કરીને કન્યા કેળવણી ક્ષેત્રે લાયન્સ કલબે એક અનન્ય સેવાયજ્ઞ હાથ ધર્યો. આ શાળાનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. અવિરત સેવાના હેતુને વરેલા લાયન્સ ક્લબના સભ્યોએ સહિત્ય ક્ષેત્રે શબ્દ પ્રતિષ્ઠિત સાહિત્યકાર હાસ્યકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનો સંપર્ક કર્યો અને પુનરોદ્ધર માટે ભંડોળ એકત્રિત કરવા આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર અશોકભાઈ મહેતા સાથે મુલાકાત કરી આ ભંડોળ માટે વિનંતી કરતા ડોક્ટર અશોકભાઈએ ગવર્નર પરેશભાઈ સંઘવી તથા ચંદ્રકાન્ત દફતરીને નવનિર્માણના વિરાટ કાર્ય મેળવવા વિશ્વની સૌથી મહાન ચેરીટેબલ્સ સંસ્થા લાયન્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાં ગ્રાન્ટ માટે યાચીયા કરાતા અગ્રણી સેવાભાવી ઓસ્વાલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન અને લાયન્સ ઇન્ટરનેશનલ ડિરેક્ટર તથા LCIFના ટ્રસ્ટી ડૉ. અરુણાબેન ઓસ્વાલે અંગત રસ લઈ આ ભંડોળ મંજૂર કરાવી આપતા કુલ અંદાજિત ખર્ચ રૂપિયા ૧.૩૦ કરોડ માટે તરફથી રૂપિયા ૫૫ લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. પદ્મશ્રી શાહબુદ્દીન‌ રાઠોડની આ જન્મભૂમિ અને કર્મભૂમિ તથા આ શાળાના પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા હતા. તેમના શુભ પ્રયત્નોથી સી. યુ. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી રૂ.૨૫.૦૦ લાબ, અંજુમન તીલખીયા-માં ફાઉન્ડેશન વાપી તરફથી રૂ. ૧૦.૦૦ લાખ, પદ્મશ્રી જગદીશ ત્રિવેદી તથા અન્ય સખી સદગૃહસ્થો તરફથી જરૂરી ભંડોળ મેળવી શકાયું. સૌરાષ્ટ્ર-કચ્છની અન્ય લાય-ન્સ કલબોના સહકારથી સ્કુલ બેન્ચ, કલાસરૂમ બોર્ડ, ઓફિસ ફર્નિચર વગેરેની પણ વ્યવસ્થા ગોઠવી શકાઈ. કલાસ બેન્ચ તથા ફર્નીચર, કોમ્પ્યુટર, પ્રિન્ટર, વોટરકુલર વગેરે અદ્યતન સુવિધાયુકત આ ૧૨,૫૦૦ ચો.ફૂટ ક્ષેત્રફળની ઈમારતનુ થાનગઢની કેળવણી ઉત્સુક કન્યાઓને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ પુરૂષોતમભાઈ રૂપાલા, પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ, ડીસ્ટ્રીકટ ગવર્નર ભરતભાઈ બાવીસી, પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર સુરેશભાઈ સંઘવી હિતેશભાઈ ગણાત્રા, ચંદ્રકાન્ત દફ્તરી, મીનાબેન કોટેચા હાર્દિકભાઈ મહેતા, હિતેશભાઈ મહેતા અને અગ્રણી લાયન્સ અધિકારીઓની ઉપસ્થિતિમાં લાયન્સ ઈન્ટરનેશનલના પૂર્વ ડીરેકટર ડો.અરૂણાબેન ઓસ્વાલનાં શુભહસ્તે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર કેયુર સંપટ, જગદીશભાઈ મકવાણા રાજકોટના સાંસદ પુરષોત્તમ રૂપાલા ડોક્ટર રેખાબેન ગઢવી, કોકીલાબેન મહેતા ની હાજરી પણ નોંધનીય હતી. થાનગઢ નગરપાલિકા સંચાલિત સદર કન્યાઓની હાઇસ્કુલના નવનિર્માણ બાદ લાયન્સ ગર્લ્સ હાઇસ્કુલના નામથી લોકાર્પણ તો થયું ઉપરાંત‌ આગામી શૈક્ષણીક સત્રની શરૂઆતથી થાનગઢની વિદ્યાર્થીનીઓને ફરી પોતાની આગવી હાઈસ્કુલમાં ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કરવાની સવલત મળી રહેશે. પદ્મશ્રી શાહબુદીન રાઠોડના માર્ગદર્શન અને સેવાભાવનાના પ્રતિકરૂપ, આ શાળાનાં મધ્યસ્થ ખંડને પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ સભાગૃહ નામાભિધાન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.