સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં સરા ગામે ઘણા સમયથી વિજળી નાં ધાંધીયાને કારણે ગ્રામજનો હેરાન પરેશાન
મુળી તાલુકાનું મોટામાં મોટું ગામ એટલે કે સરા છે સરા ગામની વસ્તી 9000 હજારની છે જેમા સરા પેટા વિભાગીય કચેરી આવેલી છે ત્યારે ઘણા સમયથી વિજળી નાં ધાંધીયાને કારણે ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે જેમાં દર ગુરૂવારે બપોર સુધી લાઈટ કાંપ મુંકે છે તેમ છતાં છાશ વારે વિજળી ધાંધીયાની સમસ્યાનો ભોગ ગામ લોકોને અને નાના બાળકોને બનવું પડી રહ્યું છે જેમાં સરા ગામે ગત રાત્રે 7 વાગે લાઈટ ગુલ થઈ ત્યારબાદ ગામના લોકો સરા PGVCL ની કચેરીએ ફોન કરવામાં આવ્યો પણ કોઈ અધિકારી ફોન ઉપર જવાબ આપ્યો નહીં ત્યારે સરા ગામ પંચાયતના સભ્યો અને ગામના યુવાનો સરા પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચ્યા અને ઓફિસ માં જોયું તો કોઈ પણ જવાબદારી PGVCL ના અધિકારી નહોતા અને આંખી ઓફીસ ખાલી જોવા મળી હતી જેમાં એક કર્મચારીને ફોન કર્યો કે થોડીવાર પછી લાઈટ આવી જસે સરા ગામના લોકો કચેરીની બારે મીટ માંડીને બેઠા ત્યારે એક કર્મચારી રીપેરીંગ કામ ચાલુ ત્યારે રાતના 12 વાગ્યાનાં સમયમાં 5 મિનિટ સુધી લાઈટ આવી બાદ ગુલ થઈ જતા PGVCLના હેડસાહેબને ફોન કર્યો કે કેમ સરા PGVCL ઓફીસમાં કોઈ કર્મચારી હાજર નહીં અને ગાડી પણ દેખાતી નથી ત્યારે હમણાં આવે છે તે કહીને ફોન કાપી નાખ્યો ત્યારે એક બાજુ આ ભાદરવાની ગરમી અને મચ્છર નાના બાળકોનો ઘરમાં તકલીફ ઉભી થતાઆ તકે ગામના લોકોએ જણાવ્યું હતું અમારું ગામ મુળી તાલુકાનું મોટામાં મોટું ગામ છે જ્યાં 9000 હજારની વસ્તી ધરાવતા ગામની આવી હાલત છે રાત્રે 3 વાગે અમારે હેરાન થવું પડે છે ત્યારે તાત્કાલિક ધોરણે અ સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે
સરા વિજ સબસ્ટેશનમાં લોલમલોલ ચાલે છે કોઈ અધિકારી ફોન ઉઠાવતા પણ નથી અને તેઓની પ્રિમોનસુન કામગીરી પર પણ સવાલો ઉભા થાય છે ત્યારે મનસ્વી રીતે વર્તન કરતા અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે સાથે વિજ પુરવઠો નિયમિત આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.