ભારતમાં વૃદ્ધોની વસતીએ સરેરાશ ઉંમર વધારી:24થી વધીને 29 થઈ; 2024માં 1% વૃદ્ધિનો અંદાજ છે, જે 73 વર્ષમાં સૌથી ઓછો છે - At This Time

ભારતમાં વૃદ્ધોની વસતીએ સરેરાશ ઉંમર વધારી:24થી વધીને 29 થઈ; 2024માં 1% વૃદ્ધિનો અંદાજ છે, જે 73 વર્ષમાં સૌથી ઓછો છે


ભારત વિશ્વનો ચોથો સૌથી યુવા દેશ છે. આ યાદીમાં નાઈજીરિયા પ્રથમ, ફિલિપાઈન્સ બીજા અને બાંગ્લાદેશ ત્રીજા સ્થાને છે. પરંતુ ચિંતાનો વિષય છે કે દેશ પણ ઝડપથી વૃદ્ધ થઈ રહ્યો છે. 2024માં દેશની સરેરાશ ઉંમર વધીને 28-29 વર્ષ થઈ ગઈ છે, જે 2021માં માત્ર 24 વર્ષ હતી. મતલબ કે વસતીમાં વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને યુવાનોની સંખ્યા ઘટી રહી છે. આનું સૌથી મોટું કારણ એ છે કે દેશનો વસતી વૃદ્ધિ દર 2024માં 1% સુધી પહોંચી જશે, જે 1951 પછી સૌથી ધીમો છે. તે 1972માં 2.2% સાથે સૌથી વધુ હતો. 2021માં આ વૃદ્ધિ દર 1.63% હતો. 2011માં દેશની વસતી 121.1 કરોડ હતી જે હવે વધીને 142 કરોડ થઈ ગઈ છે. SBIના વસતી અંગેના તાજેતરના સંશોધન અહેવાલમાં આ અનુમાન લગાવવામાં આવ્યા છે. દેશની વસતીમાં કયા વય જૂથનો હિસ્સો કેટલો છે? %માં તમામ આંકડા, 2024 માટેના આંકડા અંદાજિત છે... દેશની કુલ વસતીમાં 15-59 વર્ષની વયના કામ કરતા લોકોનો હિસ્સો 2024 સુધીમાં 65% સુધી પહોંચવાનો છે. તે 1991માં 55.4%, 2001માં 56.9% અને 2011માં 60.7% હતો. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો 2024માં 0-14 વર્ષની વયના 34 કરોડ લોકો, 15-59 વર્ષની વયના 91 કરોડ અને 60 વર્ષથી ઉપરના 15 કરોડ લોકો હશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.