756 ગાયનાં મોત બાદ મનપાની સંવેદના જાગીઢોર ડબ્બો-પક્ષીઘરમાંથી કોન્ટ્રાક્ટરને હટાવાશે - At This Time

756 ગાયનાં મોત બાદ મનપાની સંવેદના જાગીઢોર ડબ્બો-પક્ષીઘરમાંથી કોન્ટ્રાક્ટરને હટાવાશે


જીવદયા ઘરના નામે કોન્ટ્રાક્ટર પિતા-પુત્રની ગેરરીતિના પર્દાફાશ બાદ હવે ઢોર ડબ્બાનું સંચાલન ફરી મહાપાલિકા સંભાળશે

રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં રાખવામાં આવેલા ગૌવંશમાંથી અડધો અડધ ગાયનાં મોત માત્ર ત્રણ મહિનામાં નીપજ્યાનું મનપાએ જ કબૂલ્યું છે. જેને ઢોર ડબ્બાનો કોન્ટ્રાક્ટ અપાયો છે તે જીવદયા ઘર નામની એજન્સીએ પશુઓની સારવાર માટે કોઇ તબીબ જ રાખ્યા નથી તેથી સારવારના અભાવે મોત થઈ રહ્યા છે. આ ઉપરાંત ઢોર ડબ્બામાં ક્ષમતા કરતા પણ પશુ હોવા છતાં જીવદયા ઘરના રાજેન્દ્ર શાહ અને તેના પુત્ર યશ શાહે ગેરકાયદે રીતે 120 ખાનગી ઢોર ત્યાં રાખ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.