આરોહણ-III પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર ફિલ્ડ સ્કૂલ ની રચના કરવામાં આવી
(રીપોર્ટ વિજય ચૌહાણ)
અપ્રવાએનર્જીના આર્થિક સહયોગ અને પર્યાવરણ શીક્ષણ કેન્દ્ર દ્વારા ચાલતા આરોહણ પ્રોજેક્ટ અંતર્ગત 10 ગામોમાં પ્રગતિશીલ કિસાન મિત્રોના 25 થી વધારે ગ્રુપ ની રચના કરવામાં આવી. અને 5 ગામોમાં ફાર્મર ફિલ્ડ સ્કૂલ ની સ્થાપના કરવામાં આવી. માહિતી ની સાથે સાથે ઓન ફિલ્ડ દરેક પાકો તેમાં આવતા રોગો, જીવાતો, પિયત વયવસ્થા, આઈ.પીએમ.આઈ. એન.એમ, ટકાઉ ખેતી, પ્રાકૃતિક ખેતી ને લગતા વિવિધ સિજન અને અવસ્થા પ્રમાણે ડેમોસ્ટ્રેશન થકી ખેડૂતો ને માહિતગાર કરવામાં આવશે. સાથે ખાસ કરીને મહિલા ખેડૂત ને પણ સાંકળવામાં આવ્યા. આ સ્કૂલ દ્વારા ખેડૂતોને ખેતીમાં વિજ્ઞાન-ટેકનોલોજી-ઋષિ-કૃષિ પરંપરા અને અગાઉના કોઠા સૂજ પ્રમાણે ના અનુભવી ખેડૂતોના ખેતી પ્રયોગો પણ શીખવવામાં આવશે. સાથે મૂલ્ય વર્ધન, માર્કેટ વયવસ્થા -સામૂહિક રીતે ખરીદી અને સામૂહિક રીતે વેચાણ, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન જેવા વિષય ને પણ આવરી લેવા માં આવશે સાથે આજકાલ ની તાતી જરૂરિયાત સોઇલ હેલ્થ, અને ક્લાઇમેન્ટ ચેન્જ સામે ખેતી ને પડતી અસરો અને તેની સામે આંતરપાક પદ્ધતી- પાક પેટર્ન-દેશી જાતો ની પસંદગી વગેરે વિષય પર જાગૃતતા લાવવામાં આવશે આ સફળ કાર્યક્રમનું સંચાલન કૃષિ નિષ્ણાંત નીતિન અગ્રાવત દ્વારા કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.