શિહોરના ઇમાનદારીની મિશાલ સમાન રીક્ષા ચાલકને મળેલ રૂપિયા ૨૦૦૦૦થી વધુની કિમતના હીરાનું પેકેટ મુળ માલિકને પરત અપાવતી શિહોર પોલીસ ટીમ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી
ડો.હર્ષદ પટેલ સાહેબ ભાવનગર તથા પાલીતાણા ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી મિહિર
બારિયા સાહેબનાઓ દ્વારા કોઇ ગુમ થયેલ/કબજે કરેલ મુદ્દામાલ પરત મળી આવ્યે મુદ્દામાલ મૂળ
માલીકને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે પરત આપવા કરેલ સુચના કરેલ હોય જે અંતર્ગત
> આજરોજ શિહોર પોલીસ સ્ટેશનનાં પો.ઇન્સ. શ્રી બી.ડી.જાડેજા ને શિહોર ગરીબશાપીર ખાતે રહેતા
ઇમાનદારીની મિશાલ સમાન રીક્ષા ચાલક શ્રી હુસૈનભાઇ વલીભાઇ ચુડેસરાને પોતે ગઇ કાલે
ભાવનગરથી પોતાની રીક્ષાનું ભાડુ કરી ને પોતાના ઘરે પહોચતા રીક્ષાની સફાઇ કરતા હતા ત્યારે
રીક્ષાની પાછળની સીટમાંથી એક હીરાનું પેકેટ મળી આવતા પોતે આજે રીક્ષા ચાલક શિહોર પોલીસ
સ્ટેશન આવીને હીરાનું પેકેટ મૂળ માલીક ને મળે તે માટે મદદ કરવા જાણાવી હીરાનું પેકેટ પોલીસ
સ્ટેશન સોપેલ જેથી તરત જ પો.ઇન્સ. શ્રી બી.ડી.જાડેજા સા.શ્રી તથા પોલીસ સ્ટાફ આ હીરાના
પેકેટના મૂળ માલિકને શોધી કાઢવા સોશિયલ મિડીયાની મદદથી રીક્ષા ચાલક પાસે મેસેજ કરાવી
હીરા જેના હોય તેના મુળ માલિક શિહોર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તેવું જણાવેલ જેથી આજરોજ
આ હીરાનુ જે મૂળ માલિકનું હતુ તેઓ શિહોર પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને આ હીરાનું પેકેટ
પોતનું હોવા અંગે જણાવતા પો.ઇન્સ.શ્રી બી.ડી.જાડેજા સાહેબશ્રીએ આ હીરાનું પેકેટ આવેલ
યુનુસભાઇ ઉર્ફે ખાનભાઇ રહે.આખલોલ જકાતનાકા ઇન્દિરાનગર, વૃન્દાવનની સામે, મારૂતિ ની
પાછળ,ભાવનગર વાળાનું જ છે કે કેમ? તે અંગે આ હીરા જે ભાવનગર ઓફિસેથી લાવેલ તેના
વેપારી અનિલભાઇ હડમતિયાવાળાના રજીસ્ટરમાં થયેલ નોંધ મુજબ હીરા નંગ તથા વજનની ખરાઇ
કરતા આ હીરાનું પેકેટ યુનીસભાઇ ઉર્ફે ખાનભાઇ રહે.આખલોલ જકાતનાકા ઇન્દિરાનગર,
વૃન્દાવનની સામે, મારૂતિ ની પાછળ,ભાવનગર વાળાનું જ હોય જેથી આ હીરાનું પેકેટ જેમાં હીરા નંગ 1,034 કિંમત રૂપિયા 20,000 થી વધુ ની કિંમત ના હીરા તે રીક્ષા ચાલકના હાથે મૂળ માલિકને પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા એ પરત કરાવેલ છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.