સ્વચ્છતા હી સેવાના સૂત્રને ચરિતાર્થ કરનાર મહિલા સફાઈ કર્મીનું બોટાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સન્માન કરાયું - At This Time

સ્વચ્છતા હી સેવાના સૂત્રને ચરિતાર્થ કરનાર મહિલા સફાઈ કર્મીનું બોટાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સન્માન કરાયું


(અસરફ જાંગડ દ્વારા)
સ્વચ્છતા હી સેવાના સૂત્રને ચરિતાર્થ કરી સ્વચ્છતાને કર્મ બનાવનાર એવા ખેતીવાડી કચેરીમાં કાર્યરત સફાઈ કર્મચારી બહેનનું જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સરકારશ્રી દ્વારા મિશનરૂપે કાર્યરત સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે બોટાદ જિલ્લાના સફાઈ કર્મીઓ પણ સતત કાર્યરત છે. તેથી જ બોટાદ જિલ્લા ખેતીવાડી કચેરીમાં ફરજ બજાવતા મહિલા સફાઈ કર્મી દ્વારા કરવામાં આવેલી સરાહનીય સફાઈ કામગીરી બદલ તેમને બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કચેરીના કર્મયોગીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.