બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓના વિવિધ ગામોમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સેલ્ફી લઈને અન્ય લોકોને સ્વરછતા અંગે પ્રોત્સાહિત કરતા સફાઈ કામદારો - At This Time

બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓના વિવિધ ગામોમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સેલ્ફી લઈને અન્ય લોકોને સ્વરછતા અંગે પ્રોત્સાહિત કરતા સફાઈ કામદારો


(ચેતન ચૌહાણ દ્વારા)
હાલ સમગ્ર રાજ્યમાં 17સપ્ટેમ્બરથી 2 જી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડીયાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને દરેક ગામને સ્વચ્છ બનવવા સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ગામડાઓને રોજેરોજ સ્વચ્છ તેમજ કચરા મુક્ત બનાવતા સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવવામાં આવી રહ્યા છે ને સાથોસાથ તેઓ દ્વારા લીધેલી સેલ્ફીને સોશિયલ મીડિયા પર સ્ટોરી અને પોસ્ટ સ્વરૂપે અપલોડ કરીને@SBMRGujaratને ટેગ પણ કરવામાં આવે છે. જેથી અન્ય લોકો પણ આ પોસ્ટ અને સ્ટોરી જોઈને પ્રોત્સાહિત થાય.જે અંતર્ગત સ્વચ્છતા હી સેવા 2024ના ભાગરૂપે બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓમા સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે સેલ્ફી સ્ટેન્ડ મુકવામાં આવ્યા છે. જેમાં સફાઈ કામદારો દ્વારા સ્વચ્છતા હી સેવાના લોગો સાથે લીધેલી સેલ્ફીને સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વચ્છતા અંગે જનસામાન્ય ને માહિતગાર કરવા માટે તેમની કામગીરીને પ્રોત્સાહિત કરવામા આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.