વડનગર નગરપાલિકાના દ્વાર સ્વચ્છતા હી સેવા અંતર્ગત નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું - At This Time

વડનગર નગરપાલિકાના દ્વાર સ્વચ્છતા હી સેવા અંતર્ગત નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું


સ્વચ્છ ભારત દિવસની ઉજવણી ના ભાગ રૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અન્વયે 17 સપ્ટેમ્બર 2024 થી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હિ સેવા -2024 પખવાડિયા નું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત વડનગર નગરપાલિકા દ્વારા આજરોજ તારીખ 21 /9 /24 શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી થી બી એન હાઇસ્કુલ હાઇસ્કુલ અને પ્રાથમિક શાળા નં 2 માં સ્વચ્છતા હી સેવા અંતર્ગત નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજિત 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
આ કામગીરી નાં સુપરવિઝન અર્થે પ્રાદેશિક કમિશ્નર કચેરી ખાતે થી અધિક કલેકટર સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા વડનગર ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલ.તેમજ સફાઈ કામગીરી સાથે સંકળાયેલ શ્રેષ્ઠ સફાઈ કામદાર ને ચેક વિતરણ કરવામાં આવેલ તેમજ વડનગર શહેર માં સફાઈ તેમજ વિકાસ નાં કામો નું નિરીક્ષણ કરવા આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.