અમદાવાદ ના રવીન્દ્રનાથ ટાગોર હોલ, પાલડી ખાતે "પહેલે દેશ" અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવેલ - At This Time

અમદાવાદ ના રવીન્દ્રનાથ ટાગોર હોલ, પાલડી ખાતે “પહેલે દેશ” અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવેલ


અમદાવાદ ના રવીન્દ્રનાથ ટાગોર હોલ, પાલડી ખાતે "પહેલે દેશ" અભિયાન અંતર્ગત કાર્યક્રમ | તપવંદના | પ.પૂ. બ્રહ્મલીન પદ્મશ્રી સ્વામી શ્રી સત્યમિત્રાનંદ ગીરીજી મહારાજ પૂર્વ શંકરાચાર્ય, (સ્થાપક શ્રી ભારત માતા મંદિર, હરિદ્વાર) ના 93માં પ્રાગટ્ય દિન ની ઉજવણી ઉત્સવ નિમિત્તે દ્વિતીય પ. પૂ.વાલ્મિકી સંત સંમેલન "તપવંદના" કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના 22 જિલ્લામાંથી 140 સંત સાનિધ્યમાં યોજાયો.આ પવિત્ર પાવન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલ ,શ્રી પ. પૂ. સંત શ્રી બાલયોગીજી ઉમેશ નાથજી મહારાજ (રાજ્ય સભા સાંસદ, ઉજ્જૈન), પ. પૂ. સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજ (અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ)શ્રી ડૉ.જયંતીભાઈ ભાડેસીયા (સંઘ સંચાલક પશ્ચિમ ઝોન, આર.એસ.એસ), અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના ગુજરાત પ્રભારી શ્રી અશ્વિનભાઈ કે જાની, અસારવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા ની સન્માનનીય હાજરીમાં સમન્વય પરિવાર ગુજરાતના શ્રી રસિકભાઈ ખમાર ,શ્રી રવિભાઈ જોશી, શ્રી ડૉ.સુરેશભાઈ પટેલ કાર્યક્રમના સંકલન કર્તા શ્રી વિશાલભાઈ ગોહિલ, શ્રી દિલીપભાઈ ચૌહાણ અને ઘનશ્યામભાઈ સોલંકી આ કાર્યક્રમમાં હાજર હતા.
આ પ્રસંગે વાલ્મિકી સમાજના સાધુ, સંતો ,મહંતો અને ગુરુગાદીપતિઓનો સંત સંમેલન કાર્યક્રમ ખૂબ મોટી જનમેદની માં ખીચો ખીચ ભરાયેલા હોલમાં યોજાયો. આ પ્રસંગે સ્વયંસેવક તરીકે વાલ્મિકી સમાજના વિવિધ સંગઠનો એ સાથે મળીને વ્યવસ્થામાં ખડે પગે ઊભા રહ્યા. જેમાં વાલ્મિકી શિક્ષણ અભિયાન ટીમ, મિશન વાલ્મિકી ભવન ટીમ 35 ગામ પરંગના ચરોતર સેવા સમિતિ નોકર મંડળજેવી અનેક સંસ્થાઓ ભાગ લીધો .લગભગ પાંચ કલાક ચાલેલા કાર્યક્રમમાં સનાતન ધર્મની જય જય કારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
રિપોર્ટ : ભવાન પરમાર અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.