સૂવાસેતુ કેમ્પ નુ આયોજન કરાયુ - At This Time

સૂવાસેતુ કેમ્પ નુ આયોજન કરાયુ


ગુજરાત સરકાર અને ઈડર વહીવટી તંત્ર દ્વારા આયોજિત ડીજીટલ સેવા સેતુ કેમ્પનું આયોજન તા.૧૭ સપ્ટેમ્બરના રોજ મોટાકોટડા પ્રાથમિક શાળામાં કરાયું હતુ. જેમાં ધારાસભ્ય રમણલાલ વોરાની ઉપસ્થિતીમાં સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. કાર્યક્રમમાં મામલતદાર ભાવેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી મયંકભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ અને ઉપપ્રમુખ મૂળસિંહ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ, મોટાકોટડા સરપંચ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે અંતર્ગત લોકોપયોગી વિવિધ સંસ્થાઓની સમજૂતી શિબિરો અલગ- અલગ સરકારી સંસ્થાઓ દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. લોકોની સમસ્યાઓનું મહતમ સમાધાન થાય એવા પ્રયત્નો સાથે વનવિભાગ, સરકારી દવાખાનું, ગુજરાત વિદ્યુત બોર્ડ અને બેંક લક્ષી સેવાઓને આવરી લેવામાં આવી હતી. અંતે પ્રાંત અધિકારી મયંકભાઇ પટેલે સ્વછતા અંતર્ગત આવેલ તમામ લોકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. કાર્યક્રમમાં મોટાકોટડા તેમજ ગ્રુપ પંચાયતમાં આવતા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.