ભાયાવદરની પી.ટી. માકડીયા લો કોલેજના વિદ્યાર્થીઓ માટે કોલેજ દ્વારા ઉપલેટા ન્યાય મંદિર અને ઉપલેટા પોલીસ સ્ટેશનની વિશેષ મુલાકાત કરાવાઈ - At This Time

ભાયાવદરની પી.ટી. માકડીયા લો કોલેજના વિદ્યાર્થીઓ માટે કોલેજ દ્વારા ઉપલેટા ન્યાય મંદિર અને ઉપલેટા પોલીસ સ્ટેશનની વિશેષ મુલાકાત કરાવાઈ


વિદ્યાર્થીઓ કોર્ટની કામગીરી અને પોલીસ સ્ટેશનની કામગીરીઓથી રૂબરૂ પરિચિત થાય અને અભ્યાસમાં મદદરૂપ થાય તેવા હેતુસર કરાયું હતું આયોજન

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ ખાતે આવેલ અને સર્વોદય કેળવણી મંડળ દ્વારા સંચાલિત પી.ટી. માકડીયા લો કોલેજના ત્રીજા વર્ષના પાંચમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓના અભ્યાસમાં મદદરૂપ થાય તેમજ કાયદાને લગતી બાબતોમાં સંકળાયેલા મુખ્ય વિષયો જેવા કે કોર્ટ અને પોલીસ સ્ટેશનની કામગીરીઓ અને પ્રક્રિયાઓ અંગે વાકેફ થાય તે માટે ભાયાવદર કોલેજના સંચાલકો અને અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓ માટે કોલેજ તરફથી ઉપલેટા ન્યાય મંદિર અને ઉપલેટા પોલીસ સ્ટેશનની વિશેષ રૂપે વિઝીટ કરાવી હતી અને આ વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓને કોર્ટની પ્રોસેસ અને કામગીરીઓ તેમજ પોલીસ સ્ટેશનની પ્રોસેસ અને કામગીરીઓ અંગે માહિતગાર કરાવવામાં આવ્યા હતા.

ભાયાવદરની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં મદદરૂપ થાય તે માટે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઉપલેટા નામદાર કોર્ટની મુલાકાત કરાવવામાં આવી હતી જેમાં કોર્ટ રૂમની અંદર વિદ્યાર્થીઓ કોર્ટની કામગીરીઓ અને કાર્યવાહીઓ જાણી શકે તે માટે આયોજન કરાયું હતું અને સાથે જ ઉપલેટા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ, ઉપલેટા કોર્ટના જજ તેમજ કોર્ટ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને કોર્ટને લગતી કામગીરીઓ અને પ્રક્રિયાઓથી માહિતગાર કરી સવાલ જવાબો પણ થયા હતા ત્યારે આ મુલાકાત દરમિયાન ઉપલેટા નામદાર કોર્ટના પ્રિન્સિપાલ જજ એ.એ. દવેની કોર્ટમાં તેમજ એડિશનલ જજ ડી.વાય. પટેલની કોર્ટમાં વિદ્યાર્થીઓએ કોર્ટની પ્રક્રિયાઓ વિશે રૂબરૂ માહિતી મેળવી હતી અને સાથે જ કોર્ટ સ્ટાફ તેમજ ધારાશાસ્ત્રીઓ, તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કોર્ટની પ્રક્રિયાઓ અને કામગીરીઓ અંગે વિશેષ માહિતીઓ અને રૂબરૂ તમામ વિભાગોની માહિતીઓ આપી હતી.

ઉપલેટા કોર્ટની મુલાકાત બાદ વિદ્યાર્થીઓને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત અર્થે લઈ જવામાં આવ્યા હતા જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત કરાવી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતી પ્રક્રિયાઓ કામગીરીઓ અને કાયદા અંગેના નિયમોનું પણ જ્ઞાન ઉપલેટા પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત પોલીસ ઈન્સ્પેકટર બી.આર. પટેલ તેમજ ઉપલેટા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતી કામગીરીઓ અને પ્રક્રિયાઓ અંગે માહિતગાર કરાવવામાં આવ્યા હતા ત્યારે આ મુલાકાત દરમિયાન ભાયાવદરની પી.ટી. માકડીયા લો કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા એડવોકેટ કેતન પરમાર મુલાકાત દરમિયાન ભારે જહેમત ઉઠાવી હતી.

ભાયવાદરની કોલેજના વિદ્યાર્થીઓ માટે કરેલા આ આયોજનમાં સર્વોદય કેળવણી મંડળ સંચાલિત ભાયાવદરની કોલેજના આચાર્ય ડોક્ટર મનસુખ સૌસાણી દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થાય તે માટે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરી હતી ત્યારે આ મુલાકાત દરમિયાન અંદાજિત ૪૫ કેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા અને આ સમગ્ર મુલાકાત દરમિયાન ઉપલેટા કોર્ટના રજીસ્ટર, ઉપલેટા કોર્ટના સરકારી વકીલ, વકીલો તેમજ કોર્ટ સ્ટાફ દ્વારા કોર્ટની મુલાકાત દરમિયાન રૂપિયા માર્ગદર્શન માહિતીઓ અને પ્રક્રિયાઓ અંગે જાણકારી આપી હતી અને બાદમાં પોલીસ સ્ટેશન ખાતે થયેલ મુલાકાતમાં પણ ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર તેમજ પોલીસ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં અને પ્રક્રિયાઓમાં મદદરૂપ થાય તે માટે પૂરતી માહિતીઓ અને પ્રક્રિયાઓથી અવગત કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં પણ કોર્ટની અને પોલીસ સ્ટેશનની મુલાકાત કરી સમગ્ર પ્રક્રિયાઓ અંગે માહિતી મળતા ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો હતો.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.