રાજકોટના ડી-માર્ટમાંથી ચોરી કરતાં ત્રણ શખ્સો રંગેહાથ ઝડપાયા
રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ડી-માર્ટ મોલમાં છેલ્લા દસેક દિવસથી ચોરીને અંજામ આપી કાજુ-બદામ, લેપટોપ બેગ, ટીશર્ટ, શર્ટ, પેન્ટ સહિત રૂ.71396 ની ચીજ-વસ્તુ ઘર ભેગી કરી કરનાર તસ્કર ત્રિપુટીને ચોરી કરતાં રંગેહાથ પકડી પોલીસ હવાલે કરતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
બનાવ અંગે રાજકોટના રૈયારોડ પર ઈન્દ્રપ્રસ્થ નગરમાં રહેતાં જતીન ભરતભાઈ પાટણવાડીયા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રવિ રમેશ મેર, રાજુ રમેશ મેર અને કિશન હંસરાજ કુમારખાણીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તે કુવાડવા રોડ ડિ-માર્ટ મોલમાં છેલ્લા 1 વર્ષથી આસીસટન્ટ સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવે છે
ગઈકાલે બપોરના એકાદ વાગ્યે મોલમા છેલ્લા દસેક દિવસના હાજર માલના સ્ટોક અને દરરોજ વહેચાયેલા માલના સ્ટોક વચ્ચે વેરીયેશન આવતુ હોવાથી મોલના સીસીટીવી ચેક કરી રહ્યો હતો. તે દરમ્યાન ત્રણ અજાણ્યા શખ્સો કાજુના કાઉન્ટર પાસે શંકાસ્પદ પ્રવ્રુતી કરતા જણાય આવેલ જેથી ત્યા ચેક કરવા ગયેલ અને ત્રણેય શખ્સોને ચેક કરતા તેની પાસે રહેલ કાળા કલરનું લેપટોપ બેગ જે મોલના નીતી નિયમ મુજબ બેગમા મોલની બહારથી જ સીલ મારેલુ હોઈ છે તે સીલ ખોલીને તેમા 1 કિલો કાજુના પેકેટ નંગ.03, 1 કિલો બદામના પેકેટ નંગ.02 મળી આવેલ હતાં.
બાદમાં ત્રણેયને તે બાબતે પૂછતાં તેણે આ કાજુ-બદામ ચોરી કરવા માટે લિધેલ હોવાનુ જણાવેલ તેમજ તેમની પાસે રહેલ કાળા કલરનું લેપટોપ બેગ પણ થોડા દિવસ પહેલા મોલમાંથી જ ચોરી કરીને લઈ ગયેલનું જણાવ્યું હતું. બાદમા સ્ટોરના બેગના સ્ટોકમા ચેક કરતા તેમા પણ સ્ટોક વેરીયેશન જણાય આવેલ હતો. જેથી છેલ્લા દસેક દિવસના મોલના સીસીટીવી ચેક કરતા ત્રણેય શખ્સો છેલ્લા દસેક દિવસમાં અવાર-નવાર મોલમા આવતા જતા અને શંકાસ્પદ પ્રવ્રુતી કરતા જણાય આવેલ હતાં. જેથી તે બાબતે વધુ પુછતા ત્રણેય શખ્સો મોલમાં અવાર નવાર આવી સ્ટાફની નજર ચુકવીને ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી.
બાદમાં તેઓએ મોલના સ્ટોકમા ચેક કરતા 1 કિલો કાજુ પેકેટ નં. 25 રૂ. 37475, 1 કિલો બદામના પેકેટ નં.02 રૂ.2299, ત્રણ લેપટોપ બેગ, એક ઓફીસ બેગ, અંજીરના પેકેટ નં.10, ઈલાઈચી 50 ગ્રામ નંગ 30, ચાર ટી-શર્ટ, બે શર્ટ, ત્રણ પેન્ટ, બે કોટન ટ્રાઊસર પેન્ટ મળી કુલ રૂ.71396 નો મુદામાલનું વેરીયેશન આવતુ હોવાથી પોલીસને જાણ કરતાં દોડી આવેલ બી. ડિવિઝન પોલીસેત્રણેય શખ્સોને પોલીસ મથકે લઈ જઈ નામ પૂછતાં રવીકુમાર રમેશ મેર, રાજુ રમેશ મેર, કિશન હંસરાજ કુમારખાણીયા જણાવ્યું હતું. ત્રણેય શખ્સોએ ડી-માર્ટ મોલમાંથી કુલ રૂ.71396 નો મુદામાલ ચોરી કર્યાની કબુલાત આપતાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.