રાજયનાં નિર્વિવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને શુભેચ્છા પાઠવતાં જસદણ ભાજપના વિજયભાઈ રાઠોડ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
ગુજરાતના નિર્વિવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પોતાના શાસનને ત્રણ વર્ષ પુર્ણ કરી ચોથા વર્ષમા પ્રવેશ કરતાં જસદણ જીઆઇડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે ભૂપેન્દ્રભાઈની ત્રણ વર્ષમા વિકાસયાત્રા હમેશા નિર્વિવાદ રહી છે અને તેમની આ યાત્રામાં સામાન્ય જનથી માંડી છેવાડાના લોકોને પણ અનેકાએક લાભો મળ્યાં છે. તેથી તે અભિનંદનના હકદાર છે, એમ જણાવ્યું હતું. વિગતે જોઈએ તો
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારનો ૧૩મી સપ્ટેમ્બરે રાજ્યમાં તેમના શાસનનો ૪થા વર્ષમાં પ્રવેશ થશે. તેઓ વિજયભાઇ રૂપાણીના અનુગામી બન્યા હતા. તેમને બંને વખત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શપથ લેવડાવ્યા હતા. અમદાવાદના ઘાટલોડિયા મત વિસ્તારમાંથી દર વખતે જંગી બહુમતીથી ચુંટાતા આવે છે. વ્યકિતગત રીતે એકપણ વિવાદ વગર તેમણે શાસન કર્યું છે. શાસનના ત્રણ વર્ષની સમાપ્તિ નિમિતે તેમના પર અભિનંદન વર્ષા થઇ રહી છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે જાણીતા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આદર્શ રાજનેતા ગણાય છે. તેમણે ૨૦૨૨ ડિસેમ્બરની ચૂંટણીમાં વિક્રમસર્જક ૧૫૬ બેઠકો મેળવી છે. ગુજરાતમાં ૧૮૨માંથી આટલી મોટી સંખ્યામાં બેઠકો મેળવનાર તેઓ પ્રથમ મુખ્યમંત્રી છે. ધારાસભાની ચૂંટણી પછી તેઓ મર્યાદિત મંત્રી મંડળથી સરકાર ચલાવી રહ્યા છે. તેમના ઉપરાંત આઠ કેબિનેટ મંત્રીઓ અને આઠ રાજ્ય કક્ષાના મંત્રીઓ કાર્યભાર સંભાળી રહ્યા છે. પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા પછી તેમના માટે સૌથી મોટો રાજ્ય પડકાર ૨૦૨૨ની ધારાસભાની ચૂંટણી જીતવાનો હતો. તે તેમણે યશસ્વી રીતે ઝીલ્યો છે. તેમના જ નેતૃત્વમાં ચાર મહિના પહેલા લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૨૬ માંથી ૨૫ બેઠકો મેળવેલ તેમજ ધારાસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી જીતી છે. હાલ રાજ્યમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૧૬૧ સુધી પહોંચી છે. વિરોધ પક્ષ કોંગ્રેસ પાસે માત્ર બે બેઠકો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ અવારનવાર રાજ્યનો પ્રવાસ કરતા રહે છે. તેમના હસ્તક કરોડોના કામોના ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન થતાં રહે છે. વિરોધ પક્ષે પણ મુખ્યમંત્રી તરીકે ક્યારે તેમની સામે આંગળી ચિંધી નથી. તે નોંધપાત્ર બાબત છે. તેમના શાસનમાં વહિવટી ગતિશીલતા સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહી છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન છે. નરેન્દ્રભાઇ અને ભૂપેન્દ્રભાઇની જોડી ડબલ એન્જીનની સરકાર તરીકે ઓળખાય છે. ખેડૂતો, મહિલાઓ, યુવાનો વગેરે માટે તેમણે શ્રેણીબધ્ધ યોજનાઓ અમલમાં મુકી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.