શિક્ષક દિન-2024 બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો
બાળકોને સર્વાંગી રીતે મજબૂત બનાવવાની જવાબદારી માત્ર શિક્ષકો જ વહન કરી શકે છે જિલ્લા કલેક્ટર
ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક અમૃતભાઈ સલાટને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત તાલુકા કક્ષાએ ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોને કરાયા સન્માનિત ધોરણ-10 અને 12માં 100 ટકા પરિણામ મેળવનારી શાળાઓના આચાર્યઓ, તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયા શિક્ષકો ભાવિ પેઢીના શિલ્પકાર છે. ત્યારે આવા શિલ્પકારોનું બોટાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સન્માન કરાયું હતું. "શિક્ષક દિન-2024" નિમિત્તે બોટાદના લાઠીદડ ખાતે ઉમા કેમ્પસમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો, ધોરણ-10 અને 12માં 100 ટકા પરિણામ મેળવનારી શાળાઓના આચાર્યઓ, તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “બાળકોને સર્વાંગી રીતે મજબૂત કરવાની જવાબદારી માત્ર શિક્ષકો જ વહન કરી શકે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુકુળમાં વિદ્યાને મહત્વપૂર્ણ સ્થાન અપાયું છે. એક શિષ્ય ઈચ્છે તો દેશને ઉન્નતિના અનેરા રસ્તા પર લઈ જઈ શકે છે. તેના અનેક ઉદાહરણો આપણી વચ્ચે છે, જેમ કે મહાન ક્રિકેટર સચિન ટેન્ડુલકરના માર્ગદર્શક શ્રી રમાકાંત આચરેકરે તેમનામાં ક્રિકેટર બનવાના ગુણો પારખી લીધા હતા. તેવી જ રીતે પી.ટી.ઉષામાં રમતવીરના ગુણો તેમના શિક્ષકે ઓળખી લીધા હતા. શિક્ષકો તેમના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવાનું કાર્ય કરે છે.” શિક્ષક દિવસ નિમિત્તે કલેક્ટરએ તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાએ શિક્ષક દિવસની શુભકામનાઓ આપતાં જણાવ્યું હતું કે, “શિક્ષકો દરેક કાર્ય કરી શકે છે. ગામનો વિકાસ, વહીવટી કાર્યો, બાળકોનું ઘડતર સહિતના અનેક કાર્યો શિક્ષકો કરે છે. બોટાદ જિલ્લાનો શિક્ષણ વિભાગ સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબર પર છે તે ખૂબ ગૌરવની વાત છે. આ સિદ્ધિમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તેમજ શિક્ષકોનો ખૂબ મોટો ફાળો છે. તમામ શાળાઓમાં ખૂબ સુંદર કામગીરી થઈ રહી છે. બોટાદ જિલ્લાના તમામ શિક્ષકો સન્માનને પાત્ર છે કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનારા ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી અમૃતભાઈ સલાટને રૂ. 15,000નો ચેક તેમજ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષક દિલીપકુમાર સોલંકી, વિનોદભાઇ શ્યાળ, વિપુલસિંહ પરમારને રૂ. 5-5 હજારના ચેકનો ચેક, પ્રશસ્તિ પત્ર તેમજ શાલ આપી સન્માનિત કરાયા હતા. સાથોસાથ કાર્યક્રમમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ-10 અને 12 (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) માર્ચ-2024માં 100% પરિણામ મેળવનારી સરકારી શાળાઓના આચાર્યઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરી ગૌરવભેર સન્માન કરાયું હતું. જ્ઞાન સાધના અને જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા બાળકોને પણ આ તકે સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં અગ્રણી પાલજીભાઈ પરમારે શિક્ષકોને પ્રેરિત કરતું ઉદબોધન કર્યું હતું. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં સ્વાગત વિધિ બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભરત વઢેરે કરી હતી. જ્યારે આભાર વિધિ બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષકડો.વિક્રમસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી શિક્ષક અમૃતભાઈ સલાટ દ્વારા શિક્ષક પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યો હતો બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણીશ્રી રસિકભાઈ ભુંગાણી, ચંદુભાઈ સાવલિયા, રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત થયેલા રામસંગભાઈ સહિતના અગ્રણીઓ, બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના કર્મયોગીઓ, આચાર્યઓ, શિક્ષક ગણ તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહના અવસરે જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભરત વઢેરે જણાવ્યું હતું કે, “જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આ સુંદર આયોજન કરાયું હતું. જેમાં એક જિલ્લા કક્ષાએ અને ત્રણ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને સન્માનિત કરાયા હતા. નવી પહેલના ભાગરૂપે આ કાર્યક્રમમાં જે શિક્ષકોને સન્માનિત કરાયા છે તેમની શાળાઓની કામગીરી પણ બિરદાવવામાં આવી છે. સમગ્ર બોટાદ જિલ્લામાં 10માં અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષામાં 100 ટકા પરિણામ લાવનારી શાળાઓને પણ આ તકે સન્માનિત કરવામાં આવી હતી. તેમજ પ્રતિભાશાળી બાળકોનું પણ સન્માન કરાયું હતું રમતો થકી બાળકોને અભ્યાસ કરાવી બોટાદ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવેલા ભીમનાથ પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા શિક્ષક અમૃતભાઈ સલાટે જણાવ્યું હતું કે, “શ્રેષ્ઠ શિક્ષકો હૃદયથી શીખવે છે, પુસ્તકમાંથી નહીં. શાળાના બ્લેક બોર્ડ પર સફેદ ચોકથી બાળકોનું સુવર્ણ ભાવિ ઘડનાર એટલે શિક્ષક.આ સન્માનના સાચા હકદાર મારી શાળાના બાળકો છે. હું તમામનો આભારી છું ગઢડા તાલુકામાં જલાલપુર પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા શિક્ષકશ્રી વિપુલસિંહ પરમારે પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આપણે જે આનંદથી શીખીએ છીએ તે આપણે ક્યારેય ભૂલી શકતા નથી. હું સામાન્ય વિજ્ઞાનનો વિષય બાળકોને ભણાવું છે. વિજ્ઞાન માટે બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે અને રસપ્રદ રીતે વિજ્ઞાન શીખે શકે તે રીતે તેમને અભ્યાસ કરાવવાનો મારો લક્ષ્ય હોય છે. તાલુકા કક્ષાએ મને આ સન્માન મળતા હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યો છું. ગઢડા ખાતે બ્રાંચ પ્રાથમિક શાળા નં-6માં ફરજ બજાવતા શિક્ષકશ્રી વિનોદભાઇ શ્યાળે જણાવ્યું હતું કે, “એક શિક્ષક તેની મહેનત અને સમર્પણ દ્વારા વિશ્વને વધુ સારી જગ્યા બનાવે છે. બોટાદ જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા આજે મને પુરસ્કાર મળ્યું છું. આ સન્માનથી હું મારૂં કાર્ય વધારે જોશ અને ઉત્સાહથી કરીશ, અને મારા વિદ્યાર્થીઓને વધારે તેનો લાભ મળે તે માટે ભવિષ્યમાં પણ મારા શ્રેષ્ઠ પ્રયત્નો રહેશે બોટાદ તાલુકાની નાના પાળીયાદ પરા પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા શિક્ષકશ્રી દિલીપકુમાર સોલંકીએ જણાવ્યું હતું કે, “શાળા એ તો નિરાંતનું સ્થાન છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે. શિક્ષણ કાર્ય કરતી વખતે અમે બાળકોની લાગણીનું સન્માન કરતા હોઈએ છીએ. બાળકો જે ભાષામાં સમજે તે ભાષામાં અમે તેમને સમજાવતા હોઈએ છીએ. બાળકોની અંદર રહેલી ખૂબીઓને શોધી તેને યોગ્ય આકાર આપવાનું કાર્ય શિક્ષકો કરે છે ત્યારે શિક્ષક દિવસ નીમિત્તે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળવાનું મને ખૂબ જ આનંદ છે જ્ઞાન સાધના અને જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓએ પણ આ તકે રાજીપો વ્યક્ત કર્યો હતો.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.