7મો રાષ્ટ્રીય પોષણ માહ-2024 - At This Time

7મો રાષ્ટ્રીય પોષણ માહ-2024


પોષણ માહની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લામાં અવનવા કાર્યક્રમોની હારમાળ

બરવાળામાં આઈસીડીએસ ખાતે રંગોળી કાર્યક્રમ દ્વારા સગર્ભા, ધાત્રીમાતા અને કિશોરીને જાગૃતિલક્ષી માર્ગદર્શન અપાયું સરકાર દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ વર્ષે ઉજવવામાં આવી રહેલા 7માં તબક્કાના પોષણ માહની ઉજવણી એનિમિયા નિવારણ, ગ્રોથ મોનિટરિંગ, જરૂરી સેવા વિતરણ તેમજ 'પોષણ ભી પઢાઈ ભી' મુજબ બાળકોને પોષણક્ષમ આહાર પુરો પાડવા સહિતની પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી રહી છે આ તકે પોષણ માહની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લાના બરવાળા આઈસીડીએસ ખાતે વિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રંગોળીના માધ્યમથી સગર્ભા સ્ત્રીઓ, ધાત્રીમાતા તેમજ કિશોરીઓને પૌષ્ટિક આહાર અને સ્વછતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોઈ પણ બાળક કે ધાત્રીમાતા, કિશોરી અને સગર્ભામાં પોષણની ઉણપ ન રહે તે માટે બોટાદ જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.