હિમાચલમાં મસ્જિદ વિવાદ પર લોકો રસ્તા પર ઊતર્યા:ગેરકાયદે બાંધકામ તોડી પાડવા પર અડગ; ઓવૈસીએ કહ્યું- કોંગ્રેસના મંત્રીઓ ભાજપની ભાષા બોલે છે
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલી વિસ્તારમાં મસ્જિદના નિર્માણને લઈને વિવાદ વધી રહ્યો છે. સંજૌલીમાં છેલ્લા 5 દિવસથી લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. ગુરુવાર, 5 સપ્ટેમ્બરે વિવિધ સંગઠનો સાથે સ્થાનિક લોકો પણ રસ્તા પર ઊતરી આવ્યા હતા. તેમની માગ છે કે મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવે. પંચાયતીરાજ મંત્રી અનિરુદ્ધ સિંહે પણ વિરોધ સ્થળની મુલાકાત લીધી હતી. આ મામલે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું, 'જે કોઈ કાયદો હાથમાં લેશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.' એ જ સમયે, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ X પર લખ્યું, 'હિમાચલમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી અનિરુદ્ધ સિંહ ભાજપની ભાષા બોલી રહ્યા છે.' એક વ્યક્તિ સાથે મારપીટ બાદ વિવાદ વધ્યો
કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે 31 ઑગસ્ટની સાંજે સંજૌલીમાં મસ્જિદ પાસે એક સમુદાયના લોકોએ સ્થાનિક વ્યક્તિને માર માર્યો હતો. ફરિયાદ બાદ પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી. મારપીટ બાદ આ મામલો વધુ જોર પકડવા લાગ્યો હતો. હવે હિન્દુ સંગઠનો અને ઘણા સ્થાનિક લોકો આ મસ્જિદને તોડી પાડવાની તેમની માગ પર અડગ છે. હિન્દુ સંગઠનોએ ગેરકાયદે બાંધકામ હટાવવા માટે બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું
ગેરકાયદે બાંધકામના આ મામલાને કારણે હિમાચલ પ્રદેશમાં રસ્તાઓથી લઈને વિધાનસભા સુધી હોબાળો થઈ રહ્યો છે. ગુરુવારે હિન્દુ સંગઠનોના લોકો બપોરે અહીં એકઠા થયા હતા અને વિરોધ રેલી કાઢી હતી. બીજી તરફ હિમાચલ પ્રદેશ વિધાનસભામાં આ મુદ્દે સરકારનો રિપોર્ટ રજૂ કરનાર મંત્રી અનિરુદ્ધ સિંહ પણ અહીં પહોંચ્યા હતા અને વિરોધપ્રદર્શનને સંબોધિત કર્યું હતું. હિન્દુ સંગઠનોએ હવે આ મામલે સરકારને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. આરોપ- 5 માળની મસ્જિદ મંજૂરી વિના બનાવી દીધી તસવીરોમાં જુઓ આજનું પ્રદર્શન... ઈમામે કહ્યું- જૂની મસ્જિદ 1947માં બની હતી
મસ્જિદના ઈમામ શહજાદે આ મામલે કહ્યું હતું કે મસ્જિદ 1947 પહેલાંની હતી. અગાઉ મસ્જિદ કાચી હતી અને બે માળની છે. લોકો મસ્જિદની બહાર નમાજ અદા કરતા હતા, જેના કારણે નમાજ પઢવામાં મુશ્કેલી પડતી હતી. આ જોઈને લોકોએ દાન એકત્રિત કર્યું અને મસ્જિદનું નિર્માણ શરૂ કર્યું. આ જમીન વક્ફ બોર્ડની હતી, જેના પર બે માળ પહેલેથી જ બાંધવામાં આવ્યા હતા. મસ્જિદના બીજા માળ અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. વક્ફ બોર્ડ આ લડાઈ લડી રહ્યું છે. કાયદો જે પણ નિર્ણય લેશે એ દરેકને સ્વીકાર્ય રહેશે. રાજ્ય સરકારે કહ્યું- ગેરકાયદે બાંધકામ 2010માં શરૂ થયું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.