*અરવલ્લી જીલ્લા નું વહીવટી તંત્ર અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીના આદેશ ને ઘોળી ને પી ગયું કે શું ????* - At This Time

*અરવલ્લી જીલ્લા નું વહીવટી તંત્ર અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીના આદેશ ને ઘોળી ને પી ગયું કે શું ????*


સમગ્ર રાજ્યમાં અધિકારી રાજ ચાલે છે તે ચોક્કસ વાત છે કે શું?અરવલ્લી જિલ્લામાં અધિકારીઓ નેતાઓનું તો ઠીક પણ મંત્રી ના આદેશ ને પણ ગાંઠતા ન હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યુંછે. જિલ્લાના મોડાસા તાલુકાના ડુઘરવાડા ગામે થી સાકરિયા ગામે જતો રોડ છેલ્લા ઘણાં સમયથી અટકી ગયો છે. અંદાજે ત્રણ કિ.મી. નો રોડ બે ગામને જોડે છે, બીજો રસ્તોપાકો બનાવી દેવાયો છે, પણ ફોરેસ્ટ ના વાંધા થીઆ રોડ વચ્ચે 500 મીટર અધૂરો છોડી દીધો છે, જેને લઇને ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે. અધિક કલેક્ટર જશવંત જેગોડાએ સ્થાનિક લોકોની વાતને ગંભીરતા દાખવી અને ગ્રામજનોની વાત સાંભળી તાત્કાલિક વન વિભાગને ટેલિફોનિક વાત કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે કલેક્ટર કચેરી ખાતે બોલાવી દીધા હતા.

ડુઘરવાડા અને સાકરિયાના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપતા જણાવ્યું કે, ડુઘરવાડા ગામના રહીશો અને સાકરીયા ગામના રહીશો બસો વર્ષ પહેલાંનો આ ગાડા વાત નો જૂની રસ્તો છે .આ રસ્તા દુગર વાડા થી છેક સાકરીયા સુધીના ગામનો જોડતો રસ્તો છે. આ રસ્તા માં ફોરેસ્ટ વિભાગ નું એક પણ ઝાડ કાપવું કેનુકશાન કરતા
નથી.

ગ્રામજનોએ આ અંગે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારને લેખિતમાં જણાવતા, મંત્રીના કાર્યાલયથી સચિવે તાત્કાલિક આ અંગે જિલ્લા કલેક્ટરને ઘટતું કરવા માટે જણાવ્યું હતું. 4 જાન્યુઆરી 2024 ના રોજ મંત્રીના કાર્યાલયથી કલેક્ટરને જાણ કરવામાં આવી હતી, જોકે આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં કે વહીવટી તંત્ર ના અઘિકારીઓ મંત્રીના આદેશ ને ઘોળી ને પી જતા આખરે ગ્રામજનો ફરીથી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા. લોકો માં ચર્ચાઈ રહ્યું છે કે જો અધિકારી ઓ પણ મંત્રીના આદેશ ને ગોળી ને પી જતા હો તો મંત્રી ની સત્તાઓ શું કામ ની?ત્યારે સામાન્ય જનતા નું કામ કામ કેવું થતું હસે??? તે જોવું રહ્યું કે, પ્રજાના ટેક્ષ થી નભતા સરકારી નોકરો અને પ્રજાં ના સેવકો પ્રજા માટે છે કે, પછી પોતાના સ્વાર્થ માટે. તે મોટો પ્રશ્ન છે???
જવાનસિંહ ઠાકોર અરવલ્લી


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.