શિહોર નગરપાલિકા નો અણધડ વહીવટ શિહોર ના નગરજનો પર કઠણાઈ ચાલી રહી છે વેરો વસુલવા છતાં પ્રાથમિક સુવિધાઓ નગરજનોને મળતી નથી
છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં અણઘડ વહીવટ ને લીધે નગરજનો માં કચવાટ ઉભો થયો છે સિહોર નગરપાલિકાના સભ્યોની મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી માટે ખાસ્સો સમય વીતી ગયો છે એક પછી એક વહીવટદાર,ચીફ ઓફિસર વગેરેની નિમણુકો થયા કરે છે છતાં નગરજનો ને એક પણ આધિકારીઓ સંતોષ આપી શક્યા નથી છોટેકાશી નું બિરુદ મેળવનાર સિહોર કે અહીં નવનાથ અને પાંચ પીર ના બેસણા છે ડુંગર પરથી શિહોરીમાતા રક્ષા કરી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ ધર્મ નગરી ને નર્ક નગરી બનાવવા ની નેમ લીધી હોય તેમ સિહોર ના હિત ને લગતા દરેક કાર્યો ને સ્પર્શતા આધિકારીઓ દ્વારા અસંખ્ય મુદ્દાઓ પર વામણા પુરવાર થયાં છે
ઠેર ઠેર ઉકરડાએ પોતાનું સામ્રાજ્ય જમાવી સ્વચ્છતા ને ડાઘ લગાવી રહ્યા છે,રોડ પર પ્લાસ્ટિક, ચાની ચૂસકી મારેલ ચા ના કપ,પાણી કે પીણાં ની બોટલો,પ્લાસ્ટિક બેગ,માવા ના પ્લાસ્ટિક,છાણ,રેતી,રેઢિયાળ ઢોર,તૂટેલા રસ્તાઓ,ઉભરાતી ગટરો,બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો,ચોમાસામાં ઊગી નીકળેલ બિન જરૂરી વનસ્પતિઓ,પથ્થર જોવા મળે છે છતાં નગરપાલિકા ના એક સફાઈ કામદારે નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું કે નવા ચીફ ઓફિસર દ્વારા આદેશ કર્યો છે કે સિહોર ની સોસાયટીઓ માં સફાઈ ની જરૂર નથી માત્ર હાઇવે પર પ્લાસ્ટિક વિણો અને સફાઈ કરો........આ સાચું હોય તો ચીફ ઓફિસર દ્વારા નગરજનોને અન્યાય કર્યા નું સામે આવે છે કારણકે લોકો ટેક્સ ભરેછે સાથે સાથે સફાઈ વેરો પણ ભરે છે અને નગરજનો ને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે કોઈ ગેરકાયદે મન ઘડિત નિર્ણયો કે ઓર્ડર આપવા વ્યાજબી નથી
જ્યારે જ્યારે સિહોરનો પ્રશ્ન આવે ત્યારે સિહોર ના હિત રક્ષકો જરૂર સામે આવે પરંતુ અહીં તો બધા ચૂપ છે. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.