શાકભાજીના ભાવ આસમાને: મેથી, કોથમરી, પાલક બજારમાંથી ગાયબ
ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે પાકનું ધોવાણ થઈ ગયુ છે. છેલ્લા કેટલાક દિવસથી શાકભાજીના ભાવ પણ આસમાને પહોચ્યા છે. માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમીની રજા હોવાની 3 થી 4 દિવસ માલ ઠલવાયો ન હતો. પરંતુ વરસાદનો કારણે ખેતરનો માલ પણ બગડી ગયો છે. ખેડૂતોએ વાવેતર શાકભાજી બગડી જવા પામ્યું છે.અનરાધાર વરસાદના કારણે ખેડૂતોનો મોટાભાગનો માલ બગડી ગયો છે.
હાલ યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક છે. પરંતુ શાકભાજી પાણી ચડેલું આવતું હોવાથી 90 ટકા માલ બગડી જાય છે. આથી વેપારીઓને અને ખેડૂતોને હાલાકી પડી રહી છે. અત્યારે યાર્ડમાં ટમેટા સીવાય તમામ માલ લોકલ સ્થળોની આવી રહ્યું છે ટમેટા મહારાષ્ટ્રમાં થી આવી રહ્યા છે.લીલોત્તરી શાકની વાત કરીએ તો કોથમરી, પાલક, મેથી બજારમાંથી જાણે ગાયબ છે.
કોથમરી, મેથી પાલકના પાકનું રોપણ ધોવાણ થઈ ગયું છે. યાર્ડમાં કોથમરીની 60 થી 100ની કીલો બોલી લાગી હતી.યાર્ડમાં પુષ્કળ માલ ઠળવાય રહ્યો છે. પરંતુ માલ બગડવાની શકયતા વધુ હોવાથી મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.અત્યારે લીંબુ, ટમેટા, કોથમરી, ગુવાર, ફુલાવર, ચોળાસીંગ, મેથી, આદુ,મરચાનો ભાવ વધુ છે.
ટમેટા મહારાષ્ટ્રમાંથી આવતા હોવાથી બગડવાની શકયતા સૌથી વધુ હોય છે. આજે યાર્ડમાં લીંબુ રૂ.75 થી 110 ટમેટા, રૂ.15 થી 30, કોથમરી રૂ.60 થી 100, રીંગણા રૂ.10 થી 25, કોબીજ રૂ.12 થી 25, ફુલાવર રૂ.15-30 ભીંડો રૂ.12 થી 25, ગુવાર રૂ.30 થી 50, ચોળાસીંગ રૂ।.15 થી 30, મેથી રૂ.50 થી 75, આદુ રૂ.50 થી 90 અને મરચા રૂ.15 થી 30ના કીલો વહેચાયા હતાં.યાર્ડના વેપારીઓનું કહેવુ છે કે હજુ પાંચની છ દિવસ સ્થિતિ આમ જ રહેશે ઉધાડ નિકાયા બાદ સ્થિતિની વધુ જાણ થાય અને બાદમાં ભાવ સ્થીર થઈ શકે છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.